મારું ભરૂચ ભવ્ય ભરૂચ.. અને સમગ્ર ભરૂચ જિલ્લામાં સચોટ સાચી અને નગરજનોની સમસ્યા પત્રકારોના માધ્યમથી પીરસનાર એટલે હારૂન પટેલ..
ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ એક લોકલ ચેનલ સાથે કેમેરામેન તરીકે જોડાયેલા હારુન પટેલની પત્રકારત્વની કામગીરી સમગ્ર ભરૂચ જિલ્લાના નગરજનો માટે આવકારદાયક સાબિત થયો હતો હારૂન પટેલ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી નગરજનોની સમસ્યા અને અધિકારીઓની પોલ ખોલતા ખુલ્લા મેસેજો મૂકીને પણ તંત્ર પાસે કામ કરાવવાના તેવર ધરાવતા હતા છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ સારવાર હેઠળ અને ગતરોજ સુરત સારવાર અર્થે લઈ જતી વેળા રસ્તામાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો
હારૂન પટેલ કે સૌપ્રથમ ભરૂચની એક લોકલ ચેનલમાં કેમેરામેન તરીકે જોડાયા બાદ તેણે મીડિયા જગતને ઝળહળતું કર્યું હતું પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ પટ્ટી વિસ્તાર હોય કે હોય ભરૂચ જિલ્લાના એક પણ તાલુકાના ગામમાં સમસ્યા પરંતુ તેઓ બારેમાસ શિયાળો હોય ઉનાળો હોય કે હોય ચોમાસું પોતાની બાઈકને કીક મારી પહોંચી જતા કવરેજ કરવા અને માત્ર ભરૂચ શહેર જ નહીં પરંતુ તમામ તાલુકાના અને અંતરિયાળ ગામોમાં પણ પીવાના પાણીની સમસ્યા હોય કે હોય વરસાદી પાણી ભરાવાની તેઓ સૌપ્રથમ કવરેજ અર્થે પહોંચતા હતા
લોકલ મીડિયા એટલે કે ચેનલમાં કેમેરામેન તરીકે કામ કર્યા બાદ ઘણી જગ્યાઓએ તેમણે પોતાની સેવા આપી છે પ્રિન્ટ મીડિયામાં ફોટા હોય કે પછી મેટર ક્યારે તેઓએ સમાચાર આપવામાં કોઈને ના નથી કહી લોકલ મીડિયા બાદ તેઓ નેશનલ મીડિયામાં પણ જોડાયા અને VTV ચેનલમાં પણ તેઓએ કામ કર્યું આ ચેનલમાં પણ તેઓએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું. માત્ર ભરૂચ શહેર નહીં પરંતુ ખુણે ખૂણામાં પહોંચીને પણ જનતાની સમસ્યાઓને મીડિયાના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડવાનું કામ કર્યું.. છેલ્લા ઘણા સમયથી તેઓએ ઘણી અન્ય ચેનલોમાં પણ કામ કર્યું અને પત્રકારત્વ ને ઝળહળતું રાખ્યું પરંતુ છેલ્લા એક મહિનાથી તેઓની તબિયત અચાનક બગડી હતી અને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા
ભરૂચની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ગતરોજ તેમને લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યાં જ પાનોલીના માર્ગ ઉપર એમ્બ્યુલન્સમાં જ અંતિમ શ્વાસ લીધો હતો.. હારુન પટેલના નિધનથી માત્ર તેનું પરિવાર જ નહીં પરંતુ પત્રકારત્વ જગત પણ એટલું જ દુઃખી અને એક પત્રકાર ગુમાવ્યો હોવાની ખોટ અનુભવી રહ્યું છે હારુંન પટેલની આત્માને શાંતિ અર્પે એ જ પત્રકારો અને સમગ્ર નગરજનોની શ્રદ્ધાંજલિ…