જંબુસરના માલપુરમાં બે મકાનોમાં મોડી રાતે વિકરાળ આગ ભભૂકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ

Views: 70
0 0

Read Time:1 Minute, 44 Second

જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ગઇકાલે બુધવારે બે મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં ગઈકાલે રાતના સુમારે આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું, અનાજ, રોકડ, ઘાસચારો અને કપડા સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો. ઓએનજીસી તથા PI ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ જંબુસર મામલતદાર તથા કાવી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો જંબુસરમાં ફાયર સ્ટેશન હોત તો વહેલી મદદ મળી રહેતા નુકશાની ઓછી થાત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું

Thu Apr 28 , 2022
Spread the love             અંકલેશ્વર તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ તેની 12 વર્ષની સગીરાને પીંખી નાખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં સગીરા પર પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેની જાણ સગીરાની માતાને થતે તેણે પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા […]

You May Like

Breaking News

error: Content is protected !!