ઉમલ્લામાં ચોરેલા કોપર વાયરના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા, ઉમલ્લા-આમલેથા પોલીસમાં ગુનાઓમાં વોન્ટેડ હતા

Views: 72
0 0

Read Time:2 Minute, 24 Second

ભરુચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે, તે અંતર્ગત ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મરે પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ બે ગુના સંબંધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મહુવાડા ગામના બે ઇસમોએ ચોરી કરીને પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ છે.પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા બન્ને ઇસમો ઘરે હાજર મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે ત્રણ મીણીયા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં ઇલેક્ટ્રિક વાયરો, ડ્રિપ ઇરીગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવીને કાઢેલ કોપર તારનું ગુંચળુ મળી આવ્યા હતા.આ ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ અશા ગામની સીમમાંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવીને વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખીને થોડાથોડા દિવસે કેબલ વાયરોને સળગાવીને કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઇને ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઇસમને વેચાણ કરતા હતા.પોલીસે દિલીપ વસાવા તેમજ સુરેશ ઉર્ફે બજરંગી અંબાલાલ વસાવા બન્ને રહે.ગામ મહુવાડા તા. ઝઘડિયાનાને હસ્તગત કરીને આ ગુનામાં સંડોવાયેલ મનાતા ઉમલ્લાના રાજા સોલંકી નામના ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝડપાયેલ ઇસમોએ ઉમલ્લા તેમજ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં નર્મદા જિલ્લો પ્રથમ આવે તેવું કામ કરવા મંત્રીનું આહવાન

Wed Apr 27 , 2022
Spread the love             સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપળા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને […]

You May Like

Breaking News

error: Content is protected !!