આમોદ: બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

Views: 42
0 0

Read Time:3 Minute, 47 Second

આયોજિત કેમ્પમાં ફ્રાન્સ (રિન્યુન ) થી પધારેલ બચો કા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. એવા સખીદાતા મૌલાના ઈસ્માઈલ દયાદરવી સાહેબે પણ કેમ્પની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજીત 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ જરૂરિયાતવાળા મોતિયાના અંદાજીત 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. તેમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત કૅમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તો, જમવાનું સહિતની વ્યવસ્થા બશિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી. આમોદ-જંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું આમોદ, પુરસા, આછોદ, મછાસરા, માંગરોલ, તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે, કે આમોદ બચ્ચો કા ઘરના ટ્રસ્ટીઓ કે જેમની પ્રેરણાથી બચ્ચો કા ઘર આમોદની દેખરેખ હેઠળ દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. મોલાના ઇસ્માઇલ દયાદરાવાળા સાહેબના સહકારથી બચ્ચો કા ઘરના રાહત દરના દવાખાના ખાતે જે પણ દર્દી દવા લેવા માટે આવે છે. તેમને નજીવા દરે દવા આપવામાં આવે છે. સખીદાતા મૌલાના મૂળ દયાદરા ગામના વતની છે. પરંતુ તેઓએ હાલ રીન્યુંન ( ફ્રાન્સ)ને વતન બનાવેલ છે. મૌલાના ખામોશ કોમના ખુબજ મોટા ખિદમત ગુજાર છે. અને ગુજરાતની ગણી બધી નામાંકીત સંસ્થાઓ સાથે જોડાયેલ છે. શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી દર મહિનાના ત્રીજા રવિવારે આયોજિત કરાતા આ નિઃશુલ્ક કેમ્પની મુલાકાત લઈ ખુબજ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને ભવિષ્યમાં આ દવાખાનાને જે કઈ પણ જરૂરિયાત હસે તેને પૂરી કરવાની પણ ખાત્રી આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ: સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

Sun Jul 21 , 2024
Spread the love             ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત ભરમાંથી ઉપસ્થિત ભાવિક ભકતોએ ગુરુનું પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન […]
ભરૂચ: સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

You May Like

Breaking News

error: Content is protected !!