ભરુચમાં સેવાશ્રમ રોડ પર ફટાકડાના તણખાથી આગ કઇ રીતે લાગી?

Views: 92
0 0

Read Time:3 Minute, 11 Second

ભરૂચ શહેરના વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો જેમાં ફૂટેલા ફટાકડાના તણખાથી કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા કોમ્પલેક્સમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સુર્યા શોપિંગ સેન્ટર પાસેથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન લગ્નના વરઘોડામાં આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. તે સમયે ફટાકડાનો એક તણખો કોમ્પ્લેકસના ત્રીજા માળે કલરના ગોડાઉનમાં પડતાં આગ ભડકી ઉઠી હતી. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કોમ્પ્લેક્સમાં રહેલા લોકોએ કલરના ગોડાઉનમાં નીકળતા ધુમાડા જોઈ સાવચેતીના ભાગરૂપે શોપિંગની બહાર નીકળી ગયા હતા અને તાબડતોબ ભરૂચ નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા.જો કે પ્રવેશવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે જીવના જોખમે પણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો આગના ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને દરવાજા તોડવાની પણ ફરજ પડી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનની બારીના કાચ પણ તોડવા પડયા હતા.ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ થીનર (ટર્પેન્ટાઈન) અને એશિયન પેન્ટ કલર જેવા જ્વલનશીલ પદાર્થ હોવાથી આગે ભયંકર સ્વરુપ ધારણ કર્યું હતું.છતાં ફાયર બ્રિગેડે જીવના જોખમે આગ લાગેલા માળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચના પટેલ વેલફેર હોસ્પીટલના અગ્નિકાંડ બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા ફ્લેટ,હોસ્પીટલ,હોટલો સહિત મોટી ઈમારતોમાં ફાયર એનઓસી માટે નોટીસ ફટકારી રહ્યા છે.પરંતુ સેવાશ્રમ રોડ ઉપર ત્રીજા માળ ઉપર કલરના ગોડાઉનમાં આગની ઘટનાથી આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ત્રીજા માળ ઉપર કલર નું ગોડાઉન અને તેમાં પણ જવલનશીલ પદાર્થ જેવા કે થીનર (ટર્પેન્ટાઈન) અને જ્વલનશીલ કલર ના ગોડાઉનમાં આગ લગતા ફાયર ફાયટરોએ પોતાના જીવના જોખમે પણ ત્રીજા માળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ગોડાઉન માટે કોઈપણ જાતની ફાયર એનઓસી ન હોય અને ફાયરના સાધનો પણ ગોડાઉનમાં ઉપલબ્ધ્ધ ન હોવાના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ નોટીસ ફટકારી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ ભરૂચ શહેરમાં સેવાશ્રમ રોડ ઉપર આવેલ રીલાયન્સ મોલની સામે થી ટવેરા ફોરવ્હીલ ગાડીમાં ચોરખાનાઓ બનાવી તેમા સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ મુદામાલ કી.રૂ. ૩,૩૯,૦૦૦ / - સાથે એક આરોપીને ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Sat Apr 23 , 2022
Spread the love              ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે તથા જીલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી / જુગારીની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના […]

You May Like

Breaking News

error: Content is protected !!