ભરૂચ શહેર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લાં ચારેક દિવસથી 38 ડિગ્રીની આસપાસ રહ્યો છે. બીજી તરફ પવનની ગતિ ઓછી રહેવાને કારણે તેમજ આકામાંથી તેજ કિરણો પડવાને કારણે બપોરના સમયે આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યાં છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજી વધારો થાય તેવી શક્યતાઓ છે. ત્યારે બે દિવસમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ છે. બીજી તરફ રાત્રીનું તાપમાન પણ ઉંચુ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનિય છે કે, સતત ગરમી વધી રહી હોવાને કારણે લોકો લૂ લાગવાની અસરમાં સપડાઇ રહ્યાં છે. જેવો અહેસાસ થશે. ત્યારે લોકોને ગરમીથી બચવા માટે સુચનો આપવામાં આવ્યાં છે. હીટ સ્ટ્રોક(લૂ)થી બચવા આટલું કરો .સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો .ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઓ કપડાં પહેરવા .મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું .ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો .ઠંડા પાણીના પોતા મુકતા રહેવું .જો મજુર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છાયડામાં 15 થી 20 મિનિટ આરામ લેવો.
ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 38 ડિગ્રી પર યથાવત, લૂના કિસ્સા વધ્યાં
Views: 47
Read Time:1 Minute, 33 Second