ભરૂચમાં મેઘ ઉત્સવ અને છડી ઉત્સવની પુર્ણાહુતી..

Views: 63
0 0

Read Time:9 Minute, 16 Second

ભરૂચમાં મેઘ ઉત્સવ અને છડી ઉત્સવની પુર્ણાહુતી..જળ દેવતા મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં હજારો ભકતોએ અંતિમ દર્શન કર્યા…ભરૂચમાં ભોઈ પંચ, ખારવા પંચ, અને વાલ્મિકી પંચની છડીએ નોમની એક રાત્રિનું રોકાણ બાદ પુનઃ ઘોઘારાવ મંદિરે પહોંચી…સાડા ૩ દિવસ માટે પ્રજ્વલિત કરાતો અખંડ જ્યોત આપો આપ ઓલવાતો હોવાના દ્રશ્ય જોવા લોકોની પડાપડી..કોરોનાના કારણે પ્રથમવાર જાહેરમાં છડી ઝુલાવવાની પરવાનગી મળી ન હતી… આઇસર ટેમ્પો મારફતે છડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની ફરજ પડીભરૂચ શહેરમાં દિવાળીના પર્વ કરતાં પણ વધુ શ્રાવણ માસમાં આવતા સાતમ આઠમ નોમ અને દસમ આ ચાર દિવસનું વધારે મહત્વ રહેલું છે અને તેમાંય મેઘ ઉત્સવ અને છડી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નિકળી હતી તો ભરૂચમાં ત્રણ સમાજ દ્વારા ઉજવવામાં આવતા છડી ઉત્સવમાં પણ છડીનું એક રાત્રી નોમનું રોકાણ બાદ પૂનઃ છોડી જે તે ઘોઘારાવ મંદિરે લઈ જવામાં આવતી હોય છે અને ઘોઘારાવ મંદિરે પ્રગટાવેલ સાડા ત્રણ દિવસનો અખંડ જ્યોત આપો આપ ઓલવાઈ રહયો હોવાના દૃશ્યો જોવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી અને પર્વની પૂર્ણાહુતિ કરી હતીભારતીય સંસ્કૃતિમાં ૧૨ મહિનામાં એક મહિનો શ્રાવણ માસ પવિત્ર માસ તરીકે ઓળખાય છે અને આ માસમાં સૌથી વધુ ધાર્મિક તહેવારો આવતા હોય છે અને તેમાંય ખાસ કરી શ્રાવણી સાતમ આઠમ નોમ અને દસમ આ ચાર દિવસ દરમિયાન ભરૂચમાં મેઘરાજાના સ્થાપના સ્થળે ભારતીગળ મેઘ મેળો યોજાતો હોય છે અને ગુજરાતભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે પરંતુ કોરોનાના કારણે મેઘ મેળો રદ કરાયો છે અને માત્ર મેઘરાજાના દર્શન કરી શકાય છે અને છેલ્લા ચાર દિવસમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવી છે શ્રાવણી અમાસે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી મેઘરાજાની સ્થાપના કરી નારિયેળી પૂનમ સુધી મેઘરાજાને રંગરોગાન કરી અવનવા વાઘા વસ્ત્રો ધારણ કરાવી મેઘરાજાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને દસમ સુધી હજારોની સંખ્યામાં ભક્તોએ મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દશમની સંધ્યા કાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નિકળી હતી અને હજારો ભકતોએ મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ મેઘરાજાની વિસર્જન યાત્રા મેઘરાજાના સ્થાપના સ્થળેથી પસાર થઈ ઘોઘારાવ મંદિર સહીત સોનેરી મહેલ થઈ વિવિધ વિસ્તારોમાં શહેરીજનોના ખબર અંતર પૂછી મેઘરાજાને વિસર્જન અર્થે નર્મદા નદીના જળમાં વિસર્જિત કરી ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મેઘરાજાની વિસર્જન યાત્રામાં હજારો ભકતોએ સેલ્ફી લેવા માટે પણ ભારે પડાપડી કરી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરીને પણ હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતીભરૂચ શહેરમાં ભોઈ પાંચ વાલ્મિકી પંચ અને ખારવા પંચ આ ૩ સમાજ દ્વારા ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી સાતમના દિવસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જે આ અખંડ જ્યોત દસમની સંધ્યાકાળ સુધી પ્રજવલિત રહે છે અને સાડા ત્રણ દિવસ સુધી છડીનો ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે સાતમના દિવસથી જ ભોઇ,ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા છડી નોમની ઉજવણી કરવામાં આવી હતી.શહેરના ભોઇવાડમાં આવેલા ઘોઘારાવ મંદિરના ચોકમાં માતા બાછલના પ્રતિક સમાન છડીને ઝુલાવવામાં આવી હતી.૩૦ ફૂટ ઉંચી વાંસમાંથી બનેલી છડીનું વજન ૧૪૫ કીલો જેટલું હોય છે.છડીની ઉપરના ચમરને નેતરના લાકડામાંથી બનાવવામાં આવે છે.મંગળવારે ઘોઘારાવ મંદિરના ચોકમાં ૧૦૦ જેટલા છડીદારોએ વારા ફરતી છડીને ૫ કલાક સુધી ઝુલાવી હતી. બુધવારે ભોઇ સમાજની બંને છડીઓનું મિલન થયું હતું ઝૂલતી છડીને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું…ભરૂચમાં ત્રણે સમાજ દ્વારા નોમના દિવસે પોત પોતાના ઘોઘારાવ મંદિર ખાતેથી છડીને નોમની એક રાત્રિ માટે અન્ય સ્થળે લઈ જવામાં આવે છે અને એક રાત્રિનું રોકાણ કરાવામાં આવે છે અને દસમના દિવસ દરમિયાન છડીને પરત ઘોઘારાવ મંદિરે લાવવામાં આવે છે ભોઈ પાંચ અને ખારવા પંચની છડી નોમની રાત્રિનું રોકાણ કરવા ધોળીકુઇમાં આવે છે જ્યારે વાલ્મિકી પાંચની છડી લાલ બજારના ઘોઘારાવ મંદિર થી નીકળી આલી હરિજનવાસમાં નોમની રાત્રિનું રોકાણ કરાવવામાં આવે છે અને પરત ઘોઘારાવ મંદિરે લઈ જવામાં આવે છે અને આમ દસમની સંધ્યાકાળે છડી ઉત્સવની પુર્ણાહુતીના સમયે ત્રણે સમાજ દ્વારા સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અંખડ જ્યોત આપો આપ ઓલવાઈ જતો હોય છે અને તે સમયે અખંડ જ્યોત ઉપર રહેલો ઝુમ્મર પણ જોર જોરથી હલવા માડતો હોવાના કારણે ઘોઘારાવ પોતાની હાજરી આપીને જતા હોવાની અનુભૂતિ ભક્તો કરતા હોય છે અને એટલે આ દ્રશ્યો જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતુ હોય છે અંખડ જ્યોત આપો આપ ઓલવાઇ ગયા બાદ છડી ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતીબોક્સભરૂચમાં પ્રથમ વખત છડીને એક સ્થળેથી બીજા સ્થળે ટેમ્પામાં લઇ જવાની ફરજ પડી..ભરૂચ શહેરમાં ભોઈ પંચ ખારવા પંચ અને વાલ્મીકિ પંચ દ્વારા છડીને ઘોઘારાવ મંદિરથી નોમની રાત્રિનું રોકાણ કરાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને છડીને ઝુલાવતાં ઝુલાવતાં લઈ જવામાં આવે છે પરંતુ કોરોનાના કારણે જાહેર માર્ગો ઉપર ઝૂલાવવામાં આવતી છડીને ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે ટેમ્પો મારફતે લઇ જવાની ફરજ પડી હતી ખારવા પંચની છડી ટેમ્પા મારફતે વેજલપુર થી ધોળીકુઈ પહોંચી હતી.. વાલ્મીકિ પંચની છડી લાલ બજારથી ટેમ્પો મારફતે આલી હરીજનવાસ ખાતે પહોંચી હતી જ્યારે ભોઈ પંચની છડી પણ ઘોઘારાવ મંદિર ખાતેથી ધોળીકુઇ સુધી પહોંચી હતી અને ત્રણે છડીને ટેમ્પા મારફતે લાવવાની ફરજ પડી હતી જાહેર માર્ગો ઉપર ઝૂલાવવામાં આવતી છડી પ્રથમ વખત ટેમ્પા મારફતે લઈ જવાની ફરજ પડી હતી અને જે તે સ્થળે છડી ઝુલાવતા હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતીફોટો લાઈન :- ભરૂચમાં એકમાત્ર ઉજવાતા ઉત્સવમાં દશમની સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જનયાત્રા નીકળતા હજારો ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જ્યારે ભરૂચમાં ત્રણ સમજ દ્વારા ઉજવાતા છડી ઉત્સવનું પણ સમાપન કરવામાં આવ્યું હતું અને છડીદાર ઓએ જાહેર માર્ગોઉપર છડી ન જુલાવી ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે છડીને ટેમ્પા મારફતે લઇ જવાની ફરજ પડી હતી અને ટેમ્પા મારફતે જ પરત લાવવાની ફરજ પડી હતી જેના કારણે છડીદારોમાં નારાજગી જોવા મળી હતી છડી ઉત્સવ ની પુર્ણાહુતી નિમિત્તે સાડા ત્રણ દિવસ માટે પ્રજ્વલિત કરાયેલી અખંડ જ્યોત આપો આપ ઓલવાતી હોવાના દૃશ્યો જોવા માટે ભક્તોએ પણ પડાપડી કરી હતી જે તસવીરોમાં દ્રશ્યમાન થાય છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભંગારના વેપારીનું અનોખું ઇનોવેશન:નેત્રંગના યુવકે બે મહિનામાં તૈયાર કરી બેટરીથી ચાલતી સાઈકલ, પેટ્રોલના ભાવ વધતા કંઇક નવું કરવાનો વિચાર આવ્યો...

Fri Sep 3 , 2021
Spread the love             પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવ વધારો સદી વટાવી ચુક્યો છે. ગરીબ-મધ્યમ પરિવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ વધારાની સીધી અસર જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પડતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે નેત્રંગમાં ભંગારાના વેપારીએ બેટરીથી ચાલતી સાઇકલ બનાવી અનોખો જુગાડ કર્યો છે. નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝભાઇ ખત્રીએ બેટરીથી ચાલતી […]

You May Like

Breaking News

error: Content is protected !!