અમદાવાદમાં વકીલે પ્રસાદી પેંડો ખવડાવી પોતાની અસીલ 24 વર્ષિય યુવતી સાથે કર્યુ દુષ્કર્મ, ‘વકીલની ધરપકડ’.
રીતેશ પરમાર
અમદાવાદમાં વકીલાતનાં વ્યવ્યસાય સાથે જોડાયેલા એક વ્યક્તિએ પોતાની અસીલ 24 વર્ષિય યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ધૃણાસ્પદ ઘટના સામે આવતા વકીલ આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ દરિયાપુર ખાતે રહેતી એક યુવતી કે તેના લગન પછી તેના પતિ થી મળતા માનસિક અને શારીરિક ત્રાસનાં કારણે કંટાળી જઈને કોર્ટમાં કેસ દાખલ કરી છૂટાછેડા લેવાનું નક્કી કર્યુ હતું. જેથી મેટ્રોકોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા એક વકીલ સાથે તેમનો સંપર્ક થયો હતો, અને તે વકીલ મારફતે કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જો પીડિત યુવતીની વાત કરીએ તો તેમણે વકીલ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમની સાથે દુષ્કર્મ અને યૌન શોષણની શરૂઆત જુન 2019 માં બની હતી, જેમા વકીલ દ્વારા યુવતીને કેસ બાબતના ડોક્યુમેન્ટ લેવાના બહાને પોતાના ઘરે સાથે લઇ ગયો હતો. જ્યાં પ્રસાદીરૂપી પેંડા ખવડાવી યુવતીને બેભાન કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને યુવતીનો બીભત્સ વિડીયો અને ફોટા પાડીને તેને બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યુ હતું. વકીલ પોતાની હવસ સંતોષવા યુવતીને અવારનવાર અલગ અલગ હોટેલમાં લઇ જઈને દુષ્કર્મ આચરતો હતો. વકીલની હવસનો ભોગ બનીને કંટાળી ગયેલી યુવતીએ આખરે રાણીપ પોલીસ મથકે બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર વકીલ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ રાણીપ પોલીસે પીડિત યુવતીની ફરિયાદનાં આધારે આરોપી વકીલની અટકાયત કરી છે, જોકે વકીલનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે, રાણીપ પોલીસ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ યુવતીની ફરિયાદ પ્રમાણે કસૂરવાર વકીલ વિરૃદ્ધ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.