મિલ્કસિટી આણંદ અને શિક્ષણ નગરી વિદ્યાનગર ની મધ્ય માં કાર્યરત કરાઓકે કલબ , બાકરોલ અને વોઇસ ઓફ મુકેશ તરીકે સમગ્ર ગુજરાત માં ખ્યાતિ ધરાવતા જી.એન.ભાવસાર મ્યુઝીકલ ગ્રુપ નો 100 મો ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ આણંદ નગરપાલિકા ના સહયોગ થી ટાઉનહોલ આણંદ ખાતે યોજવા માં આવ્યો હતો,
આણંદ તથા મધ્ય ગુજરાત ના નવોદિત ગાયકો ને પ્રોત્સાહન આપી તૈયાર કરતી સંગીત સંસ્થા ‘કરાઓકે કલબ બાકરોલ’ ના સિંગરો અને પ્રોપરાઈટર રમેશભાઈ બખાઈ ના સાનિધ્ય માં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જી.એન.ભાવસાર સાહેબ દ્વારા જુના નવા ફિલ્મી ગીતો ની આબેહૂબ રજુઆત કરી હોલ માં ઉપસ્થિત ચીકકાર જન મેદની નું મન મોહી લીધું હતું, આ કાર્યક્રમ માં શહેર ના અગ્રણી નાગરિકો ,પ્રેસમીડિયા, સામાજિક સંગઠનો અને વિશાળ સંગીત પ્રેમીઓ ની હાજરી વચ્ચે ચાલેલા અવિરત સંગીત સંધ્યા ના આ કાર્યક્રમે અવનવા ગીતો દ્વારા સંગીત રસિકો ના મન મોહી લીધા હતા અને રસતરબોળ કરી દીધા હતા આ પ્રસંગે નગર ના સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા આણંદ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા, સિનિયર સીટીઝન ફોરમ આણંદ ના કૃષ્ણકાંત શાહ, એસ.કે.શાહ, દીપકભાઈશાહ, ચરોતરબંધુ ના તંત્રી દલશુખભાઈ પ્રજાપતિ, સરદાર ગુર્જરી ના ચીફ એડિટર શ્રી જોષી સાહેબ, લાયન્સ ક્લબ ના સંજય પરીખ અને ગઝલ લેખક અનવર બહાદરપુરવાલા નું બુકે અને સ્મૂતી ચિહ્નો અર્પણ કરી જી.એન.ભાવસાર દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું જેને હાજર જન મેદનીએ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લેવા માં આવ્યું હતું કાર્યક્રમ ના અંતે સમગ્ર અભૂતપૂર્વ ઓડિયન્સ ની સાથે ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’ ગીત રજૂ કરી કાર્યક્રમ ની યાદગાર પૂર્ણાંહુતિ કરવા માં આવી હતી.
(તસ્વીર/અહેવાલ, ફરહીન બહાદરપુરવાળા, આણંદ.)