ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ઉપક્રમે કોરોના વેક્સિન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો.

Views: 84
0 0

Read Time:4 Minute, 27 Second

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ઉપક્રમે કોરોના વેક્સિન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો.

 

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન અને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે દયાદરા ગામે કોરોના રસી-આફત કે અવસર ? વિષય અન્વયે લોક જાગૃતિ માટે સેમિનાર યોજાયો હતો.

 

ભરૂચ તાલુકાના દયાદરા ગામે અકુજી હોલ ખાતે લઘુમતી સમાજના લોકોમા કોરોના વેક્સિન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી આયોજિત સેમિનારમાં પ્રાંત અધિકારી એન આર પ્રજાપતિ, જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.ધુલેરા દારૂલ કુર્આન જંબુસરના મોહતમિમ મુફ્તી અહમદ દેવલવી, સોલારીઝમના એમડી ફારૂક કેપી વડોદરાના પ્રસિદ્ધ પિડીયાટ્રીશ્યન ડૉ. શાહીદ મિર્ઝા, જંબુસરના ફિઝીશ્યન ડૉ. સોયેબ મુકરદમવાલા, ફેડરેશનના ઇન્ડીયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઇ આબાદનગરવાલા, યુનુસભાઇ અમદાવાદી, અગ્રણી સુલેમાન પટેલ કૉ-ઓર્ડીનેટર સહિત અગ્રણી ઓની ઉપસ્થિતિમાં આયોજિત સેમિનારમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ગામેગામથી ધાર્મિક વડાઓ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અગ્રણી યુનુસ અમદાવાદીએ શાબ્દિક સ્વાગતમાં કોરોના મહામારી વાયરસ અને મનુષ્ય વચ્ચે જંગ હોવાનું જણાવતા ધાર્મિક વડાઓને કોરોના રસીકરણ અંગે સામાન્ય લોકોમાં વ્યાપેલા ભ્રમ તેમજ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે હાંકલ કરી હતી. આ પ્રસંગે ડૉ. સુએબ મુકરદમવાલાએ કોરોના મહામારીમાં પ્રથમ અને દ્વિતીય ચરણમાં લોકોએ વેઠવી પડેલી હાલાકી તેમજ સામાન્ય જનોએ કરેલી ભૂલોનુ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં કોરોનાના સંભવિત ત્રીજા ચરણમાં શું તકેદારી લઈ શકાય સામાજિક આગેવાનોએ અને સામાન્ય પ્રજાજનોએ ત્રીજા ચરણમાં માટે આગોતરા આયોજનના ભાગરૂપે શું કરવું અને શું ન કરવું તે માટે માહિતી પ્રદાન કરી હતી.

 

આ ઉપરાંત કોરોના મહામારી નાથવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કોરોના રસીકરણ અભિયાનનો મોટા પાયે લાભ લેવા માટે ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લઘુમતી સમાજના લોકોને ઘરદીઠ જાગૃત કરવા આહવાન કરાયું હતું. ડૉ. શાહિદ મિર્ઝાએ કોરોના મહામારીમાં પ્રજામા જાગૃતતાનો અભાવ ઘાતક હોવાનું જણાવતા ધાર્મિક દ્રષ્ટિએ પયગમ્બર સાહેબના સંદેશ સાથે કોરોના રસીના લાભ વર્ણવવા સાથે હર્ડ ઇમ્યુનિટીની વ્યાખ્યા સમજાવી હતી. કોરોના મહામારીના ત્રીજા ચરણમાં બાળકો માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા તેમજ મ્યુકોમાઇકોસીસ અંગે માહિતી આપી હતી. લોકોને પોતાની જીવન જીવવાની પ્રણાલી બદલવા આહવાન કર્યું હતું. જીલ્લા કલેકટર ડૉ. એમ ડી મોડીયાએ આ પ્રસંગે ટેલીફોનીક સંદેશ પાઠવતા લોકોને મહત્તમ કોરોના વૅક્સિનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જીલ્લા આરોગ્ય અધિકારી છે એસ ધુલેરાએ સોશ્યલ મિડીયામાં વ્યાપક વિવિધ ગેરમાન્યતાઓનો છેદ ઉડાડતા રસીકરણના ફાયદા વર્ણવ્યા હતા તેમજ વૉટ્સઅપ યુનિવર્સિટીની ભ્રામક વાતોમાં નહીં આવવા સાથે ભરૂચ જિલ્લામાં ૪૨૬૧૭૯ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૧૧૪૦૪૦ બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચના લોકોને મગજ, કરોડરજ્જુ સહિતના રોગોના નિદાન માટે અમદાવાદ, વડોદરા, મુંબઈ જવું નહીં પડે

Thu Jun 17 , 2021
Spread the love             ભરૂચના લોકોને મગજ, કરોડરજ્જુ સહિતના રોગોના નિદાન માટે અમદાવાદ, વડોદરા, મુંબઈ જવું નહીં પડે મગર અને કરોડ રજ્જુની બિમારીથી પિડાતા ભરૂચ જિલ્લાના લોકોને રિપોર્ટ માટે વડોદરા-સુરતના ધક્કા ખાવા પડતા હતા. હવે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે અદ્યતન ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં લોકો ને […]

You May Like

Breaking News

error: Content is protected !!