કુખ્યાત બૂટલેગરને પાસામાં અમરેલીની જેલમાં ધકેલાયો

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો નામચીન બુટલેગર વનરાજ ઉર્ફે ભુરિયો ભરત આર્ય રહે,પારસી ટેકરા ડેડિયાપાડા વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ હોઈ તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિને છોડતો ન હોઈ તેની સામે નોંધાયેલ ગુનાઓને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડા પોલીસે તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ને મોકલવામાં આવી હતી.જે તેની અસામાજિક પ્રવૃત્તિ ને ધ્યાને રાખીને મંજુર કરવામાં આવતા વનરાજ ઉર્ફે ભુરિયો ભરત આર્યને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી જિલ્લા જેલ હેઠળ રાખવાનો હુકમ થતા આ બુટલેગર વનરાજ ઉર્ફે ભુરિયો યેનકેન પ્રકારે પોતાની અટકાયત અટકાવવા એક યા બીજા સ્થળે લપાતો છુપાતો હતો,આથી નર્મદા એલસીબી પોલીસે તેની હકીકત મેળવી ડેડીયાપાડા પોલીસ અને એલસીબી નર્મદા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી તેની અટકાયત કરી અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ જાપતા હેઠળ મોકલી આપવામાં આવ્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંક્લેશ્વરમાં પાલિકા અને ભાજપ દ્વારા સફાઇ અભિયાન, સ્વચ્છતા મિશન અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન

Tue Apr 19 , 2022
સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત વોર્ડ નંબર 1માં સફાઈ અભિયાન યોજાયું હતું. વર્લ્ડ હેરિટેજ ડે અનુલક્ષીને લોકોને ઐતિહાસિક ધરોહર જાણવાની સાથે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છતા મિશન અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું.અંકલેશ્વર શહેર ભાજપ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલ સેફરોન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં સ્વચ્છતા મિશન અનુલક્ષીને ભાજપ […]

You May Like

Breaking News