થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ત્રણ શખ્સોએ મૃતક સમીરને ગંદી ગાળો આપ્યા બાદ માર માર્યો હતો. અને ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની કરપીણ હત્યાં કરી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જેની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે હત્યારાઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે જલ્દીથી જલ્દી હત્યારાઓને ઝડપી પાડવામાં આવે. જેથી અમદાવાદના ઝોન 5 DCP ના LCB સ્કોડ દ્વારા પણ ગોમતીપુરમાં થયેલ હત્યાંના આરોપીઓને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ હતી. જે સંદર્ભમાં ઝોન 5 DCP અચલ ત્યાગી સાહેબના LCB સ્કોડમાં ફરજ બજાવતા પોલીસકર્મી જયેશભાઈ મોતીભાઈ દેસાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોમતીપુરમાં યુવકની કરપીણ હત્યાંમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ વાજીદ, અકબર તથા ફૈઝાન નાઓ ગોમતીપુર શાહ આલમ દરગાહની પાછળ બેઠા છે, અને ત્યાંથી ખેડા તરફ ભાગી જવાના ફિરાકમાં છે. જેથી પોલીસકર્મી જયેશ દેસાઈએ તાત્કાલિક પીએસઆઈ એસ. જે. ચૌહાણને સમગ્ર બાબતે અવગત કર્યા હતા. અને ત્યારબાદ પીએસઆઈ એસ. જે ચૌહાણે થોડું પણ વિલંબ ના કરી પોતાના સ્ટાફને બાતમી વાળી જગ્યાએ લઈ જઈને ત્રણેય હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. હાલ DCP ઝોન 5 અચલ ત્યાગીના LCB સ્કોડ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓને ગોમતીપુર પોલીસને હવાલે કર્યા છે. તો બીજીતરફ હત્યારાઓને ગણતરીના દિવસોમાંજ ઝડપી પાડી અમદાવાદના ઝોન 5 DCP ના LCB સ્કોડે પ્રશંસનીય કામગીરી કરીને આરોપીઓને ગોમતીપુર પોલીસને હવાલે કર્યા હતા.
અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યાં નીપજાવી નાસી છૂટેલા ત્રણ આરોપીઓ ને ઝોન 5 DCP ના LCB સ્કોડે ઝડપી પાડ્યા
Views: 74
Read Time:2 Minute, 24 Second