સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત વોર્ડ નંબર 1માં સફાઈ અભિયાન યોજાયું હતું. વર્લ્ડ હેરિટેજ ડે અનુલક્ષીને લોકોને ઐતિહાસિક ધરોહર જાણવાની સાથે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છતા મિશન અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું.અંકલેશ્વર શહેર ભાજપ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલ સેફરોન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં સ્વચ્છતા મિશન અનુલક્ષીને ભાજપ દ્વારા યોજવામાં આવી રહેલા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંપાલિકા પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, વોર્ડ ના સભ્યો નિલેશ પટેલ સહીત ભાજપ અને પાલિકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ દ્વારા વર્લ્ડ હેરિટેજ ડે અનુલક્ષી ને રાષ્ટ્રીય ધરોહર ની જાળવણી સાથે સાથે ઐતિહાસિક ધરોહર ની જાળવણી કરી લોકો સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી અને કચરો ગમે ત્યાં ના નાખી દસ્ત બિન માં તેમજ કચરો લેવા આવતા ડોર ટુ ડોર ટેમ્પા માં આપવા અપીલ કરી હતી.
અંક્લેશ્વરમાં પાલિકા અને ભાજપ દ્વારા સફાઇ અભિયાન, સ્વચ્છતા મિશન અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન
Views: 78
Read Time:1 Minute, 39 Second