એક સત્ય પ્રેમ કહાની
નામ : ભાર્ગવ અને રશ્મિ ની જે શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
આ ભાર્ગવ 101 લૂંટ કેસોમાં જેલમાં હતો. એની ગેંગનુ નામ ધૂમ ગેંગ હતુ. 2005 માં પકડાયો હતો.આને પકડવા માટે જે ટીમ બનાવેલી હતી તે ટીમમાં હુ સામીલ હતો…
આ ભાર્ગવ જેલમાં બંધ રહ્યો હતો ત્યારે તેની સાથે એક વિજય ઉર્ફે સ્પાઈડરમેન ઠાકુર યુપીનો આરોપી એની સાથે એક જ રૂમમાં હતો….
આ વિજય જેલ માંથી એની પ્રેમીકા સાથે રોજ રાત્રે મોબાઈલ ઉપર વાતચીત કરતો હતો…
એમાં ને એમાં આ વિજય ની પ્રેમીકા ની ફ્રેન્ડ રશ્મિ સાથે આ ભાર્ગવ પણ વાતચીત કરતો હતો….
ત્યાર બાદ ભાર્ગવે જેલમાં અલગ મોબાઈલની વ્યવસ્થા કરી લીધી અને ભાર્ગવ આ રશ્મિ સાથે રોજ વાતચીત કરવાનું ચાલુ કરી દીધું. અને વાતચીત કરતાં બન્નેવ વચ્ચે અતિશય પ્રેમ વધી ગયો.આ પ્રેમ એક-બીજાએ જોયા વગર નો અતુટ સાચો પ્રેમ થઈ ગયો હતો..
આ ભાર્ગવ 2008 માં જેલ માંથી છુટ્યો અને મારી પાસેથી રૂપિયા લઈને અને મારી જ કાર લઈને ઉત્તર પ્રદેશ ગયો અને આ રશ્મિ છોકરી સાથે મેરેજ કરીને ઘરે આવ્યો…
ત્યારબાદ ભાર્ગવે મારા સપોર્ટ થી ગણી મહેનત કરીને લાખો રૂપિયા કમાયા..હોટલ કરી વોટર પ્લાન રાણીપમાં બનાવ્યો હતો..
આ ભાર્ગવ અને રશ્મિ ને એક દિકરી ચાર વર્ષ નીી અને દિકરો પાંચ મહિનાનો હતો…
આ ભાર્ગવે તારીખ : 1/12/2020 ના રોજ આત્મહત્યા કરી લીધી અને તારીખ : 10/12/2020 ના રોજ બેસણુ રાખેલ હતુ…અને તારીખ : 9/12/2020 ના રોજ ભાર્ગવની પત્ની રશ્મિએ આત્મહત્યા કરી લીધી…
આને કહેવાય જોયા વગર નો સાચો પ્રેમ… બન્નેવ પ્રેમી પંખીડા જતા રહ્યા… આમનો પ્રેમ કેવો કહેવાય કે પ્રેમને કારણે પોતાના સંતાનનુ પણ ના વિચાર્યુ શું? આને કહેવાય સાચો પ્રેમ ?? જેને પોતાના સંતાનોનું ના વિચાર્યુ સંતાનો નું હવે શું થશે??