કચ્છથી દહેજ આવતા 18.76 લાખના સળિયા સગેવગે થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા, બે ઝડપાયા; એકની શોધખોળ

Views: 211
0 0

Read Time:3 Minute, 20 Second

કચ્છથી દહેજ આવી રહેલા લાખો રૂપિયાના સળિયા સગેવગે થાય તે પહેલા જ પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક વ્યકિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ભરૂચ જીલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ હોય જે એકમોમા બાંધકામ માટે બહારથી મોટા પાયે ટ્રાન્સપોર્ટના વાહનોમા ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે.જે સામાનોમા કોઈ ગેરરીતી કે છેતરપીંડી કે ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃતી સદંતર નાબુદ થાય તે માટે પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે સૂચના આપી હતી.નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન મુજબ અગાઉ આ પ્રવૃતિ સાથે જોડાયેલ માલવા પંજાબ હોટલનો માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ પર સતત દહેજ પોલીસ દ્વારા વોચ રાખવામા આવી હતી.ગઈ 23 જુલાઈના રોજ દહેજ પોલીસને હકિકત મળેલ કે, માલવા પંજાબ હોટલમા શંકાસ્પદ માલ ટ્રેલરમા ટ્રાન્સફર થાય છે. જે હકિકત આધારે દહેજ પોલીસ રેઈડ કરતા શંકાસ્પદ લોંખંડના સળીયા ટ્રેલરમા ભરી બે ઈસમો જવાની તૈયારી કરતા જ બન્ને ઈસમોને પકડી પાડેલ અને હોટલ માલિક રિન્કુસિંઘ નાસી ગયો હતો.તપાસ કરતા જણાય આવેલ કે, સામખ્યારી ( કચ્છ ) ના રાજ ટ્રાંસપોર્ટનુ ટ્રેલર નંબર GJ – 12 – BT – 1567 મા સામખ્યારી ખાતે આવેલ ઈલેક્ટ્રોથમ કંપનીમાથી લોખંડના 8MM તથા 10 MM ના સાઈઝના લાંબા 32.180 મે.ટન ₹18.76 લાખના સળીયા ભરી નીકળી હતી.દહેજ મુકામે આવેલ વીમીત કન્સ્ટ્રકશન ખાતે પહોંચાડવા ડ્રાઈવર હેમંતકુમાર પુરાનારામ ચૌધરી દહેજ ખાતે આવેલ માલવા પંજાબ હોટલ ના માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ નાઓ તથા એક અન્ય ટ્રેલર નંબર GJ – 06 – BV – 4923 ના ડ્રાઈવર રામલલીત રામ તેજ વર્મા સાથે મળી પ્લાન કરી પુર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું.ટ્રેલર નંબર- GJ12 – BT – 1567 માના લોંખડના સળીયા પૈકી આશરે 7030 મે.ટન કિ.રૂ. 3.37 લાખ બારોબાર વેચાણ કરવાના ઈરાદે ટ્રેલર નંબર GJ – 06 BV – 4923 મા ટ્રાંસફર કરી વીમીત કંટ્રકશનમા નહીં પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો.PI પી.આર.વાઘેલા , PSI એલ.બી.સૈની, વિવેકકુમાર સહિત સ્ટાફે 7 ટન સળિયા, બે ટ્રેલર મળી કુલ 23.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ મુદ્દામાલ રીકવર કરી ત્રણેયની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતો નબીરો ઝડપાયો:વાલિયા પોલીસે ધૂમ સ્ટાઇલ સુપર બાઈક ચલાવી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર બાઈક ડીટેઈન કરી

Wed Jul 26 , 2023
Spread the love             તાજેતર માં અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર થયેલ ગોઝારા અકસ્મત બાદ રાજ્ય ભર માં ટ્રાફિક ડ્રાઇવ પૂર જોશ માં ચાલી રહી છે અને ઓવર ખાસ કરી ને ઓવર સ્પિડીગ વાહનો પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે વાલિયા પોલીસે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી […]

You May Like

Breaking News

error: Content is protected !!