
ગેરકાયદેસર મીઠાના અગરો બંધ કરવાની માંગ સાથે વમલેશ્વર ગામના ગ્રામજનોની રજુઆત જિલ્લા કલેક્ટરને કરી હતી. 1992 થી સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરના ગામની જમીન ને ભારે નુકસાન થયું હોવાની સાથે જમીન બિન ઉપજાઉ થઇ ગયેલ છે જેથી ગામના નાના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરી હતી.હાંસોટ તાલુકાના ભરૂચમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ અને તે ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ મંજુર કરવામાં આવેલ કે તા.29-3-22નાં રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં સમીર સોલ્ટ નામે ચાલતા ગેરકાયદેસર મીઠાના અગર દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આવો ઠરાવ ગ્રામ પંચાયત વમલેશ્વર માં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. જે ઠરાવની નકલ સાથે ગ્રામજનો તેમજ પંચાયત સરપંચ અને સભ્યો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને લેખિત આવેદનપત્ર પાઠવી પોતાની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.જેમાં આ 1992થી સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરના ગામની જમીનને ભારે નુકશાન થયેલ છે અને હાલ જમીન બિન ઉપજાઉ થઇ ગયેલ છે જેથી ગામના નાના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલની પરિસ્થિતિ જોતા નાના ખેડૂતો કેવી રીતે જીવન નિર્વાહ કરવો એ પ્રશ્ન છે. તેવી રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર સમક્ષ ગામજનોએ માંગણી સાથે જણાવ્યું હતું કે આ નુકસાન અને મૃતપાય થયેલ જમીન નું યોગ્ય વળતર સમીર સોલ્ટ દ્વારા ખેડૂતોને મળવું જોઈએ.ઉપરોક્ત સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરો વર્ષ 2008 પછી પોતાના સોલ્ટ ની પરમીશન રીન્યુ પણ કરાવેલ નથી છતાં સોલ્ટ તમામ શરતોનું ઉલ્લંઘન કરીને આજદિન સુધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરી રહ્યા છે. જો ગેરકાયદેસર મીઠાના અગરને તાત્કાલિક બંધ કરાવમાં નહિ આવે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.