અંકલેશ્વરમાં ૮૦ પુરુષ અને ૨૦ મહિલા કેદીઓને રાખી શકાય તેટલી ક્ષમતા ધરાવતી સબજેલનો પ્રારંભ કરાયો
અંકલેશ્વર સબ જેલમાં તાલુકા ૧૦૦ કેદીને રાખવાની ક્ષમતા સાથે ૮૦ પુરુષ અને ૨૦ મહિલા કેદી રાખવામાં અલગ અલગ બેરેક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવ નિર્માણ પામેલ અંકલેશ્વર તાલુકા સબ જેલનું લોકાર્પણ રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ ના ડૉ. કે.એલ.એન.રાવ આઈ.પી.એસ તેમજ તેમના ધર્મપત્ની જોડે રીબીન કાપી વિધિવત પૂજા અર્ચના અને દીપ પ્રાગટ્ય કરી કરાયો હતો. અતિથિ વિશેષ અને સહ ઉદ્ઘાટક તરીકે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ એમ.ડી.મોડીયા આઈ.એ.એસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી સબ જેલના નિરીક્ષણ બાદ તમામ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અને જેલના બાંધકામ અને સુવિધા અંગે માહિતી મેળવી હતી.તાલુકા સબ જેલના અધિક્ષક તરીકે હાર્દિકકુમાર બેલડીયાની નિમણૂક કરી છે.
આ પ્રસંગે ડૉ. કે.એલ.એન.રાવ આઈ.પી.એસ જણાવ્યું હતું કે અંકલેશ્વર તાલુકા સબ જેલમાં હાલ અલાયદી અત્યાધુનિક સુવિધા સજ્જ ૧૦૦ કેદીની ક્ષમતા યુક્ત સ્ત્રી અને પુરુષ અલગ અલગ વિભાગના બેરીકેટની સુવિધા યુક્ત બનાવાઇ છે. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.