નેત્રંગ વહીવટી તંત્ર દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરેલ ઉત્કર્ષ પહેલ ઝુંબેશ હેઠળ 709 લાભાર્થીઓને લાભ મળશે. નેત્રંગ મામલતદાર કચેરી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મામલતદાર ગોપાલદાસ હરદાસાણીના માર્ગદર્શન હેઠળ અને મહેસુલ વિભાગના નાયબ મામલતદાર નવનીત પટેલની પહેલથી ઉત્કર્ષ પહેલ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી.આ ઝુંબેશ હેઠળ તાલુકા વહીવટી તંત્ર ધરે ધરે ફરી શેરી, મહોલ્લા, ગામમાં જઇ તાલુકાની તમામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને 60 વર્ષથી ઉપરના વડીલોને ધરે બેઠા જ યોજનાનો લાભ આપવામાં આવનાર હોય તેના અંતર્ગત ઉત્કર્ષ પહેલ ઝુંબેશ દ્રારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કુલ 2662 અરજીમાંથી 475 વિધવા બહેનોના ફોર્મ ભરી મંજુર કરી અપાયા હતા.ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધા પેન્શન યોજના 5731 અરજીમાંથી 206 ફોર્મ ભર્યા છે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુલ 158 માંથી 36 મંજુર થયા છે અને નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ 41 માંથી 6 ફોર્મ માન્ય કરી કુલ 723 લાભાર્થીઓને ઘરબેઠા હુકમો પહોંચાડવામાં આવશે.નેત્રંગ વહીવટી તંત્રના મામલતદાર ગોપાલદાસ હરદાસાણીની ટીમ થકી ઉત્સાહ પુર્વક કામગીરી કરવામા આવતા કુલ્લે 723 લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થશે જેને લઇને સરકાર દ્રારા પ્રથમ હપ્તામા 14.55 લાખ ચુકવી સહાય આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને 7.35 લાખ ચુકવાશે.તાલુકામા હજી પણ બાકી રહી ગએલા હોય તેવા ગરીબ લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે મામલતદાર ગોપાલદાસ હરદાસાણી અને નાયબ મામલતદાર નવનીત પટેલ તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ઉત્કર્ષ પહેલ અંતર્ગત નેત્રંગ મામલતદાર કચેરી દ્વારા 723 લાભાર્થીઓને ઘરબેઠા લાભ અપાશે
Views: 96
Read Time:2 Minute, 24 Second