ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલને ભવ્ય વિદાય સાથે નવા SP તરીકે IPS મયુર ચાવડાને ભવ્ય આવકાર અપાયો હતો. આજે મંગળવારે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળી લીધો છે.વિદાયની વેળા હંમેશા તમામ માટે કપરી હોય છે પછી એ IPS અધિકારી જ કેમ ન હોય. કંઈક આવું જ થયું જ્યારે નર્મદા કાંઠે ભરૂચમાં તેમના ફરજ કાળનો સમય 1 વર્ષ 4 મહિના વિતાવી સોમવારે ભરૂચ SP ડો. લીના પાટીલે જિલ્લા પોલીસ પરિવાર, પ્રજા વચ્ચેથી પરિવાર સાથે વિદાય લેવાનો પ્રસંગ હતો.DSP ડો. લીના પાટીલ ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના કોન્સ્ટેબલથી લઈ તમામ સ્ટાફ, જિલ્લાની પ્રજાનો હૃદયથી નતમસ્તક થઈ આભાર માન્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેના તેમના સમયમાં જે ઉપલબ્ધીઓ સફળતા મળી તેનો શ્રેય પોતાના સ્ટાફને તેઓએ આપ્યો હતો.વિદાય લેતા IPS ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, હું આ જિલ્લાને હંમેશા મિસ કરીશ. આ જિલ્લો સંવેદનશીલ અને લાગણીશીલ રહ્યો છે. ભરૂચ વિશે અન્ય અધિકારીઓ કેહતા માથે બરફ મૂકી કામ કરવું પડે. રોજે રોજ કઈ ને કઈ થાય અને કઈ ના થાય તો છેલ્લે આગ લાગે.જિલ્લા કલેકટર અને તેમના સિવિલ સર્વિસ વેળાના સાથી IAS તુષાર સુમેરા, DDO પ્રશાંત જોષી, ધારાસભ્યો અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, ખુમાનસિંહ વાસીયા, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ તેમની સાથેના સંભારણા અને પ્રસંગો યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.પોલીસ પરિવારે તેમના વડાની વિદાયને યાદગાર બનાવી દીધી હતી. તેઓની ફૂલોથી શણગારેલી કારને તમામ પોલીસે હાથો વડે ખેંચી વિદાયમાન કર્યા હતા. પોતાના SP વિશે તમામ DYSP સી.કે.પટેલ, આર.આર.સરવૈયા, ગાંગુલી, પી.આઈ. ઉત્સવ બારોટ, પાટીદારે પણ પોતાના પ્રતિભાવો અને યાદો વર્ણવી હતી.નવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આજે ચાર્જ સંભાળી લીધો હતો. તેઓનું તેમના સ્ટાફ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી આવકાર અપાયો હતો.
ભરૂચના IPS ઓફિસરને વિદાય અને આવકાર:એસ.પી.ડો. લીના પાટીલની બદલી થતા વિદાય આપવામાં આવી, નવા એસપી મયુર ચાવડાને આવકારવામાં આવ્યા
Views: 228
Read Time:2 Minute, 57 Second