ઉનાળા ની 43 ડિગ્રી તાપમાન ની ગરમી હવે લીબું માં વર્તાઈ છે. લીંબુ ના ભાવ માં આગ ઝરતી ગરમી જોવા મળતા 4 મહિના પૂર્વે 25 રૂપિયા કિલો વેંચતા લીંબુ હવે 300 કિલો રૂપિયે થયા ગયા છે. ખટ્ટા લીંબુડા એ ગૃહિણી ના દાત ખટાવ્યા છે. દરેક શાક ના સ્વાદ સરભર કરનાર લીંબુ હવે શાક ની ખટાસ ધટાડી છે. 500 રૂપિયા ના 20 કિગ્રા મળતા લીબું હવે 2000 થી 2500 રૂપિયા ના થયા છે. છૂટક બજાર માં લીબું નો ભાવ 250 થી 300 થયો છે.ગરમી ના એનર્જી ડ્રિન્ક તરીકે વપરાતા લીબું ઉનાળો આવતાજ મોંઘા થતા 10 રૂપિયા નું લીબું શરબત હવે 15 થી 20 રૂપિયા વેચાતું થયું છે. 1 લીબું ની કિંમત 10 રૂપિયા થઇ ગયું છે. રમઝાન માસ અને ચૈત્ર માસ માંજ ભાવ વધતા મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગ ની પ્લેટ માંથી લીબુડા ધીરે ધીરે ગાયબ થતા જોવા મળી રહ્યા છે. તો હોટલ તેમજ લારી ધાબા પર લીબું ના બદલે હવે સરકા અને વિનિગર અથવા લીબું ના ફૂલ નો વપરાશ તરફ વળ્યાં છે.ભરૂચ જિલ્લામાંગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. ગરમી 43 ડિગ્રી ને પાર થઇ ગઈ છે. તેવામાં હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડાપીણા, શેરડીનો રસ, લીંબુ શિકંજીનું સેવન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. પરંતુ હવેશેરડીના રસ, લિંબુ સરબત અને શિકંજીના વેચાણમાં વધારો થતાં લીંબુની વધતી જરૂરીયાતવચ્ચે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે,છેલ્લા 15 દિવસમાં લીંબુના ભાવ ચાર ગણા થયાછે.જથ્થાબંધ શાકભાજીનાવેપારીઓને ત્યાં જે લીંબુના ભાવ ચાર મહિના પૂર્વે 500 રૂપિયે મણ હતા તે હવે વધીને 2000 થી 2500 સુધી પહોંચી ગયા છે. છૂટક બજાર માં લીબું 250 થી 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યાં બજાર માં જથ્થા બંધ શાકભાજી લેતા ગ્રાહકો લીબું એમ જ મૂકી આપતા છૂટક ટોપલા ધારકો પણ હવે એક લીબું ના 10 રૂપિયા લઇ રહ્યા છે. ખાસ કરી લીબું અંકલેશ્વર બજાર માં નાસિક અને બેગ્લોર થી આવી રહ્યા હતા જે અવાક બંધ થઇ ગઈ છે.
માત્ર 4 મહિનામાં 12 ગણા વધારા સાથે લીંબુનો ભાવ 300 રૂપિયા થયો
Views: 57
Read Time:2 Minute, 41 Second