ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ વીથ આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ મહિલાને ભરૂચ LCBએ ભરૂચ ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લાના વિવિધ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા અપાયેલ સૂચનાન પગલે ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતોઆ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ વીથ આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 10 મહિનાથી નાસતી ફરતી મહિલા આરોપી ભરૂચમાં જોવા મળી છે, ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભરૂચ શહેરના કોર્ટ રોડ ઉપર મૂળ બોરી ગામની અને હાલ વડદલાન અતિથી રીસોટ નજીક આવેલ શીલ્પી સીટી રેસીડેન્સીમાં રહેતી મહિલા આરોપીને ઝડપી પાડી હતી. ત્યારબાદ મહિલા આરોપીને ભરૂચ એ’ ડીવીઝન પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અપહરણ અને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ મહિલાની ભરૂચ LCBએ ધરપકડ કરી
Views: 229
Read Time:1 Minute, 33 Second