ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત
અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડ નથી ત્રણ મિત્રો દારૂના નશામાં હતા તે દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈ નામે રાજેશભાઈ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૫ તથા તેનો ભાઈ સુરેશ રમેશ પટેલે અનિલ રણછોડ પટેલ ઉપર ચપ્પુથી હુમલો કરતાં અનિલને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેઓને મરણ જાહેર કર્યો હતો જેના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ભરૂચ જિલ્લામાં મારામારીની ઘટનામાં અત્યાર સુધીના બનાવો એક જ મહિનામાં વધુ પ્રમાણમાં નોંધાયા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે વધુ એક ઘટનામાં દારૂના નશામાં ત્રણ મિત્રો બાખડતાં એકની હત્યા થઈ ગઈ હતી જ્યારે હુમલાખોર બે ભાઈને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોર બંને ભાઈને પણ મોઢાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડ્યા હતા.
સિવિલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં લવાતા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દારૂની દુર્ગંધથી ફરજ પર હાજર તબીબો પણ ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.