ભરૂતના નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી નેત્રંગના આંબાડુંગરી-બલદવા ડેમ જવાના માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. ગાડી લઇને બુટલેગર ભાગી જતાં પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને 2.93 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ડેડિયાપાડા તરફથી મહિન્દ્રા મેક્ષ ગાડી (નંબર-જી.જે.2.બી.ડી.2239)માં વિદેશી દારૂનો મોટો જથ્થો નેત્રંગ બાજુ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ થવા ચેકપોસ્ટ પર વોચમાં હતો તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ગાડી ચાલકે ગાડી પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી.ગાડી લઇને બુટલેગર ભાગી જતાં પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને નેત્રંગના આંબાડુંગરી-બલદવા ડેમ જવાના માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડી હતી. પોલીસે 1476 નંગ વિદેશી દારૂનો જથ્થો અને ગાડી મળી કુલ 2.93 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગાડીના ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આંબાડુંગરી-બલદવા ડેમ જવાના માર્ગ પરથી દારૂ સહિત 2.93 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો..
Views: 76
Read Time:1 Minute, 40 Second