આણંદમાં આભ ફાટ્યું : બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર, દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ…

Views: 80
0 0

Read Time:3 Minute, 14 Second

આણંદમાં આભ ફાટ્યું : બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર, દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ…

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ કાળા ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય તેમ જણાઇ રહ્યા છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6 થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8 થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

 

આણંદમાં વરસાદી આગમનને કારણે નગરપાલિકાએ ચાલુ કરેલ પ્રિ મોન્સૂન કામગીરી અને વિકાસના કામોની ગતિ અવરોધાઈ છે. આણંદ જીલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મીમી, પેટલાદ માં 48 મીમી અને ,ખંભાત 22, બોરસદ 15 મીમી, અંકલાવમાં 8 મીમી અને સોજીત્રામાં 4 મીમી તેમજ તારાપુરમાં 2 મીમી અને ઉમરેઠમાં 1 મીમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

 

ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો અધધ વરસાદ ખાબકી ચુક્યો છે. આણંદમાં વરસાદે મહેર કરી છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

 

આણંદમાં ખાબકેલા ધોધમાર વરસાદે નગરમાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. આણંદ વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર, લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સીનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ભારે પાણી ભરાયા હતા. જાહેર માર્ગો ઉપર પાણી હોય રોજ સવારે નિયમિત ચાલવા નીકળતા નાગરિકોને હાલ ઘરે જ બેસી રહેવાનો વખત આવ્યો છે. જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો. ઘણા ઉત્સાહી નાગરિકો આ માહોલને માણવા ગાડી લઈ નીકળ્યા હતા. તો બીજી તરફ દૈનિક ધંધા રોજગાર નોકરીએ જતા લોકો પણ આ કારણે અટવાઈ પડ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચોંકાવનારો ખુલાસો સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના વાયરસ

Fri Jun 18 , 2021
Spread the love              ચોંકાવનારો ખુલાસો સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના વાયરસ   વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક પ્રકારે સૌ કોઈને ચોકાવી દીધા છે. વિવિધ પ્રકારના કોરોના વાયરસ અને કોરોનાની મહામારીએ ખાસ કરીને તબીબી જગત સાથે સંકળાયેલાઓ માટે આ એક અકલ્પનીય બાબત તરીકે ઉભર્યો છે. આવો […]

You May Like

Breaking News

error: Content is protected !!