કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આદિવાસી સમાજ જમીનો ગુમાવી ચૂકયો છે ત્યારે એસઓયુના 8 કિમીના વિસ્તારમાં જમીન ખરીદી માટે કાયદો બનાવવામાં આવે સહિતની માગણીઓને લઇ ગાંધી જયંતિના દિવસે પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી પણ ઉપવાસમાં સામેલ થાય તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આદિવાસી આગેવાનોની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બીજી ઓક્ટોબરના દિવસે એક દિવસીય પ્રતિક ઉપવાસ માટે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી કેવડિયા કોલોનીમાં આવી શાળાના મેદાનમાં ઉપવાસ આંદોલન કરવામાં આવનાર હતા. જેની જાહેરાતો પણ કરવામાં આવી હતી. અને રાજ્ય ભરનાં આગેવાનો ભેગા થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ઉપવાસ શરૂ થાય તે પહેલાં પોલીસ સક્રિય બની હતી. રવિવારની રાત્રિથી જ કેવડિયા તથા આજુબાજુનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. તમામ રસ્તાઓ પર બેરીકેડ મૂકી ઘનિષ્ઠ વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. વહેલી સવારે પ્રતિક ઉપવાસ માં જોડાનારા આગેવાનો કોંગ્રેસના આગેવાનો ને ડિટેન કરી જીતનગર હેડ ક્વાટર ખાતે રાખવામાં આવ્યા હતા.પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને ભાણંદ્રા નજીક જયારે વાંસદાં નાં ધારાસભ્ય અંનત પટેલને નર્મદા જિલ્લામાં પ્રવેશતા ભમરી ગામ પાસે થી નર્મદા પોલીસે અટકાયત કરી ને પરત મોકલી દીધા હતા. પોલીસની કામગીરીના પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહયો છે. આદિવાસી સમાજની મુખ્ય માગણીઓ SOUના 8 કિ.મી.નો જમીન ખરીદીનો કાયદો ફરીથી પ્રસ્થાપિત કરો, 7 આદિવાસી વિસ્તારની સિવિલ હોસ્પિટલોનું ખાનગીકરણ બંધ કરો, યુ.સી.સી જેવા સમાજને વિભાજીત કરતા કાયદાઓ બનાવવાના બંધ કરો, નેશનલ હાઈવે 56 માટે જમીન મેળવવા બળજબરી બંધ કરો, વન અધિનિયમ કાયદો રદ કરો.
કેવડિયામાં ઉપવાસ પહેલાં જ આગેવાનોની અટકાયત થતાં રોષ
Views: 37
Read Time:2 Minute, 46 Second