આજે મહિલાઓ પોતાના ઘરની અંદર પણ સુરક્ષિત નથી, તેના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ હચમચી ઉઠશો. એક મહિલાએ પોતાની દીકરીને ગળે ફાંસો આપી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તેની મોત પાછળનું કારણ પણ રૂંવાડા ઉભા કરી દેનારું છે. (તમામ તસવીરો: સોશિયલ મીડિયા તથા વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ)
બિહારની અંદર આવેલા ગયાના મફસ્સિલ પોલીસ સ્ટેશનના લખીબાગ મોહલ્લામાં શનિવારના રોજ એક મોટો મામલો સામે આવ્યો. ભાડાના મકાનમાં રહેનારી એક મહિલા અને તેની 7 મહિનાની દીકરીનું શબ મળ્યું. મા દીકરીનું શબ મળવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ થઇ ગયા.
આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.મહિલા તેના રૂમની અંદરગળેટૂંપો બાંધી લટકાયેલી હતી, જયારે તેની દીકરી બેડ ઉપર મૃત અવસ્થામાં પડેલી હતી. ઘરની અંદર બાળકી અને પત્નીનું મોત થયેલું જોઈને પતિ પણ આપઘાત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર તેના સસરા જ છે.
પતિએ તેના સસરા ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે, “મારા સસરા એટલે કે મારી પત્નીના પિતા તેની સાથે અડપલાં કરતા હતા. આ વાતને લઈને એક અઠવાડિયા પહેલા પત્ની પહેલા એસપી કાર્યાલય અને બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને ન્યાય માટે અપીલ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ના થઇ તો તેને પહેલા બાળકીનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો.” આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.મહિલાએ 26 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે તેના જ પિતા ઉપ્પર યૌન શોષણનો આરોપ લગાવી રહી હતી. તે જણાવી રહી છે કે 19 ઓગસ્ટના રોજ મામલાની સૂચના મહિલા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઇ નહોતી. 25 ઓગસ્ટના રોજ સીટી એસપીને પણ જાણ કરવામાં આવી હતી.ઇન્ટરનેટ ઉપર આ મહિલાનો આપઘાત કરતા પહેલાનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે તેના પિતા દ્વારા સતત 4 વર્ષથી તેની સાથે અડપલાં ગુજરાતો હોવાની ફરિયાદ કરી રહી છે. તેને આ વીડિયો વાયરલ કરીને તેના પિતા ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયોની અંદર તે દીકરીની હત્યા કરીને પોતે પણ ગળે ટૂંપો ઉપર લટકીને આપઘાત કરવાની વાત જણાવી રહી હતી અને શનિવારના રોજ તેને આ સાચું પણ કરી બતાવ્યું.તો આ ઘટના બાદના પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેની અંદર જોવા મળી રહ્યું છે કે મૃતક મહિલાનો પતિ તેની 7 મહિનાની મૃતક દીકરીને હાથમાં લઈને રોડ ઉપર ફરી રહ્યો છે અને મદદ માટે અપીલ પણ કરી રહ્યો છે. તેની હાલત જોઈને કોઈની પણ આંખોમાંથી આંસુઓ છલકાઈ ઉઠે તેમ છે.મુફસ્સિલ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પંકજ કુમારે જણાવ્યું છે કે મૃતકના પતિના આવેદન ઉપર પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. જેમાં મૃતકના પાંચ પિયરપક્ષ વાળા વિરુદ્ધ નામજોગ આરોપ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તો આ તરફ બાળકી અને પત્નીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પતિ તેને પોતાની સાથે ઝારખંડના લોહરદગા લઇ ગયો.