ગુજરાત રાજ્યની આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ આપમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.વર્ષ 2022ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. ત્યારે તા.24 માર્ચના આવનારી ચૂંટણીને લઈને આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુભાઇ વસાવાનીની મુલાકાત મહેશભાઈના નિવાસ સ્થાને કરી હતી. હવે બીજેપીને ચૂંટણીમાં હંફાવવા માટે આપ, બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બીટીપી એ એઆઈએમઆઈએમ સાથે હાથ મિલાવ્યા હતા. હવે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો સમય જ બતાવશે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત
Views: 55
Read Time:1 Minute, 48 Second