અંકલેશ્વરના ઉદ્યોગકાર જોડે મશીન આપવાના બહાને 27 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 2 ભેજાબાજ જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ખાતે 61 લાખ રૂપિયાનું ઇગલ ફલાન્જીગ મશીનની એસેસરી ખાતે 61.લાખ નક્કી કરી સોદો કર્યો હતો. બુકિંગ એડવાન્સ પેમેન્ટ માટે 4 લાખ અને વર્ક ઓડર માટે 11 લાખ અને 12 લાખ મળી કુલ 27 લાખ આપવા છતાં મશીન ન મળ્યું હતું. અંતે ઉદ્યોગકાર કારે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંને ભેજાબાજો ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતો.અંકલેશ્વરના ફેબ્રીકેશન ઉદ્યોગ જોડે સંકરાયેલા સુરેહ લુહાર અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ મેઘમણી ચોકડી પર શ્રીરામ ડીસીગ વર્કસ ખાતે કંપની ધરાવે છે કંપનીમાં ફલાન્જીગ મશીન જરૂર પડતા તેમનો સંપર્ક દિગમ્બર આત્મારામ રાણે મૂળ મહારાષ્ટ્ર પુણે થયો હતો. તેવો અમદાવાદ ખાતે કુલદીપ જગતસિંગ શીખ જોડે રહી ધંધો કરતો હતો. તેમની જોડે 31 મી જુલાઈ 2019 ના રોક અમદાવાદ ખાતે ઇગલ ફલાન્જીગ મશીન નંબર 32 એક્ષ , 7000 તેની એસેસરી ખાતે 61.લાખ રૂપિયા નક્કી કરી સોદો કર્યો હતો.જેના એડવાન્સ પેટે પ્રથમ 4 લાખ રૂપિયા અને ત્યરબાદ વર્ક ઓર્ડર માટે 11 અને 12 લાખ રૂપિયા નો ચેક આપ્યો હતો અને બાકી ના રૂપિયા મશીનરી મળશે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે ત્યારબાદ પણ મશીનરી ના મળતા તેવો બંને ઈસમો પાસે રૂપિયા પરત માગતા તેવો ગલ્લા ટલ્લા કરવા લાગ્યા હતા ને 27 લાખ રૂપિયા પરત આપવા ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ કરાવી દીધા હતા અને ફોન પર ગાળો આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે આધારે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. દિગમ્બર આત્મારામ રાણે મૂળ રહે મહારાષ્ટ્ર પુણે તેમજ અમદાવાદ ખાતે કુલદીપ જગતસિંગ શીખ ધરપકડ કરી પોલીસ મથકે લાવી બનેના રિમાન્ડ ની તજવીજ શરુ કરી હતી.
અંકલેશ્વરના ઉદ્યોગકાર સાથે મશીન આપવાના બહાને 27 લાખની ઠગાઈ
Views: 69
Read Time:2 Minute, 47 Second