*પત્રકાર એકતા સંગઠન*
ગુજરાત ના 30 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી ની રચના માટે સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ.
ગુજરાત ભર માં પત્રકારો નાં હિત માટે લડત આપતુ અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપતું તેમજ સમગ્ર ગુજરાત માં સૌથી વિશાળ કદ ધરાવતા પત્રકાર એકતા સંગઠન ની સુરેન્દ્રનગર જિલ્લા ની બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ કાર્યક્રમ માં પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ માં પ્રદેશ અગ્રણીઓ સર્વ શ્રી પાલીતાણા થી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, બનાસકાંઠા થી અંબારામ રાવલ, જૂનાગઢ થી મુકેશભાઈ સખિયા , મહેસાણા થી પ્રહલાદભાઈ ચૌહાણ , ભરૂચ થી સમીમ બેન પટેલ, સલમાન આમીન, મુસા પટેલ, સમીર પટેલ અને પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ટીમ નાં ભરતસિંહ રાઠોડ, હેહેમુભા વાઘેલા, ભાર્ગવ જોષી , દિનેશભાઈ કલાલ, અમિત પરમાર અમરેલી જિલ્લા પ્રમુખ રસિકભાઈ વેગડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સુંદર સંચાલન કરતા સમીરભાઈ બાવાણીએ હાજર પત્રકાર મિત્રો નું અભિવાદન કરતા જણાવ્યું હતું કે સીમા પર લોકો ની રક્ષા કરે તે શાસ્ત્ર ધારી એટલે સૈનિક અને દેશ ની અંદર લોકોના પ્રશ્નો ને વાચા આપતા પત્રકાર એકલે કલમધારી તેવા તમામ કલમ ધારીઓ ને સહ હર્ષ આવકાર્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત મંચસ્થ મહાનુભવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરી ને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ, ઝોન, જિલ્લા ના આગેવાનોનું ફૂલહાર થી બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચન માં પત્રકાર એકતા સંગઠન ની રૂપરેખા રજૂ કરતાં ગૌરાંગભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે, મિટિંગમાં સર્વાનુમતે કારોબારી રચના કરતું એક માત્ર સંગઠન છે, મર્હુમ સલીમભાઈ બાવાણી દ્વારા ૨૦૧૮ સંગઠન નો પાયો નાખવામાં આવ્યો ત્યારે ગાંધીનગર ખાતે હોલ માં ૨૨ જિલ્લા ના ૪૫૦ કરતા વધુ પત્રકારો ની હાજરીમાં સંગઠન નું નામ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. પત્રકારો ને આવું લોકશાહી ઢબે ચાલતું સંગઠન આપનાર મર્હુમ સલીમભાઈ બાવાણી આજે આપણી વચ્ચે ન હોવાથી શાબ્દિક શ્રધ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે કોરોના પહેલા ૨૫ જિલ્લા તાલુકા કારોબારી સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા.
માર્ચ એન્ડ માં ગુજરાતના ૩૩ જિલ્લા અને તમામ તાલુકા કારોબારી સાથે સંગઠન પૂર્ણ થયે મહા અધિવેશન નું આયોજન છે, નાના મોટા મતભેદો ભૂલી પત્રકારો એજ થાય તે હેતુથી,પત્રકારો નો અવાજ બુલંદ કરવા સંગઠિત થઈ રહ્યા છીએ..પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના ઉદ્બોધન માં પત્રકાર એકતા સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલ 14 મુદ્દાઓ ની વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યાર બાદ પત્રકાર એકતા સંગઠન ની કાર્ય પદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનુંમતે પત્રકાર એકતા સંગઠન સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે પ્રતીકસિંહ રાણા સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા.તેમજ ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી સહ મંત્રી .ખજાનચી કે આઇ ટી સેલ માં જિલ્લા કક્ષાની નિમણૂકો સર્વાનુમતે આપવામાં આવી
કાર્યક્રમ નાં અંતે સૌ ચા નાસ્તો લઈ છુટ્ટા પડ્યા હતા.