
ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે ભરૂચ એસઓજીનો સટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે ચાંચવેલ ગામના સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લીહાજી પટેલ નાઓના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 2.768 કિલોગ્રામ જેની અંદાજીત કિંમત રૂપિયા 27,680 સહિત મોબાઈલ તેમજ વજનકાંટો મળી કુલ 28,680 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લીહાજી પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે વલણ ગામના ઇમરાન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.