
હોળીના તહેવારને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ આવવા થનગની રહ્યા છે. હોળીના તહેવારોમાં વ્યૂઇંગ ગેલેરીની ટીકોટ મોટાભાગની ઓનલાઇન બુકિંગ થઇ ગઈ છે ત્યારે આગામી 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો 90 ટકા બુક થઇ ગઈ છે. જોકે ઓનલાઇન અને ઓફ લાઈન એન્ટ્રી ટિકિટ પ્રવાસીઓ ને મળી રહે એ માટેની SOU સત્તા મંડળ દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે. અને આ તહેવાર નિમિતે દોઢથી બે લાખ પ્રવાસીઓ આવે એવી શક્યતા એ સત્તામંડળ તૈયારી કરી દીધી છે.કેવડિયા વિસ્તારના હોટલ, ટેન્ટ સીટીઓ પણ 70% બુક થઇ ગઈ છે. આ શનિ રવિની વાત કરીએ તો 30 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. જેથી હોળીની રજાઓ માણવા પ્રવાસીઓ કેવડિયા એકતા નગર ખાતે આવશે. SOU સત્તા મંડળ દ્વારા મળતી માહિતી અનુસાર કોવીડ પ્રોટોકોલ પ્રમાણે તંત્ર સજ્જ છે. એટલું જ નહિ પ્રવાસીઓની અાવક ટિકિટ બુકિંગથી ખબર પડી જાય એટલે કેટલા સ્લોટમાં કેટલા પ્રવાસીઓ આવશે તેના અંદાજા પ્રમાણે બસ સેવા, ઓફલાઈન ટિકિટ કાઉન્ટરો વધારવાની તૈયારીઓ કરી દેવાઇ છે. રજાઓના દિવસોમાં સુરક્ષાકર્મીઓ, અન્ય સ્ટાફ પણ વધારી દેવાયો છે.