Read Time:1 Minute, 7 Second
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલી ખરોડ ચોકડી નજીક એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે બસનો ચાલક ઝોકું ખાઈ જતા બસ રોડની સાઈડમાં વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી. જોકે. મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બસ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર એસ.ટી બસનો ચાલક મુસાફરોને લઈ પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ખરોડ ચોકડી નજીક ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહી રહેતા બસ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે હાલ સુધી કોઈપણ જાતની ફરિયાદ નોંધાઈ નથી.