વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે માંગરોલ ગામ પાસેથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો ને ઝડપી પાડયા હતા…
કરજણ :- વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ તાલુકાના માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂપિયા ૨૮,૦૦૦ નો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબિશન ડ્રાઇવની કામગીરીમાં કરજણ પોલીસ મથક હદમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી નંબર જીજે – ૦૬ – એચ એસ – ૪૫૮૫ માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંગરોલ ગામમાં રહેતા અક્ષય રમણ વસાવાને આપનાર છે.
બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમ દ્વારા માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે કંબોલા જવાના માર્ગ ઉપર વોચ રાખી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી દારૂની બોટલ નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૮,૦૦૦, ગાડી કિંમત રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી કરણ અરવિંદ વસાવા રહે. વાસણા (મંજુલા) તા. આમોદ જિ. ભરૂચ તેમજ હિતેષ સુરેશ વસાવા રહે. માંગરોલ તા. કરજણ જિ. વડોદરા નાઓની ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો……