ભરૂચ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. છેલ્લાં 5 દિવસથી જિલ્લામાં એક પણ નવો કેસ નહીં નોંધાતાં આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 69.93 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ તેમજ 21.46 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 8 એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ કોરોના મહામારીએ જિલ્લાને બાનમાં લેતાં અત્યાર સુધીમાં 10,717 લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. જે પૈકી 4 નગરપાલિકા વિસ્તારમાં 3109 જ્યારે 8 તાલુકા વિસ્તારમાં 7308 કેસ નોંધાયાં છે.ત્યારે છેલ્લાં પાંચ દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં નોંધાતાં ભરૂચ જિલ્લો કોરોનામુક્ત થયો હોવાનું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાના કેસો પર અંકુશ લાવવા માટે કમરકસી હતી. જેના ભાગરૂપે જિલ્લામાં વેક્સિનેશનને વેગ આપવામાં આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 69.93 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 21.46 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે.
જિલ્લામાં પાંચ દિવસથી કોરોનાનો નવો કોઈ કેસ નહીં, 45 ગામમાં 100% વેક્સિનેશન..
Views: 81
Read Time:1 Minute, 39 Second