અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના ખેડૂત દોલતસિંહ પરમારને દીકરીના લગ્ન માટે રૂપિયાની જરૂર પડતા પોતાની ખેતીની જમીન વેચવા કાઢી હતી. જેના માટે નંદાવ ગામના ભાવેશ દિનેશ પરમારે પ્રદીપ પરમારની ઓળખાણ કરાવી હતી. જેણે વસીમ પઠાણ નામના દલાલ સાથે સંપર્ક કર્યો હતો અને ગ્રાહક શોધી લેવાની વાત રજુ કરી હતી.સુરતના ઘનશ્યામ રાખોલીયા અને ઇનુ વેલજી વિરડીયા સાથેે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ જમીન વેચાણે લેવા બાના પેટે રૂપિયા 11 લાખનો ચેક આપ્યો હતો. બાકીના રૂપિયા સાટાખત કરતી વેળા 20 લાખનો ચેક આપવામાં હોવાની કેફિયત રજુ કરી હતી. જે બાદ ભેજાબાજોએ અન્ય આરોપી સુરત કાલામુદ્દીન જલાલુદ્દીન ખાન રાકેશ વીરેડીયા, સતીશ વસાવા સાથે મળી એન કેન આપેલા રૂપિયા પણ બેંક ની પાસ બુક મેળવી સહી કરાવી ઉપાડી લીધા હતા અને અંદાજિત 1 કરોડ રૂપિયા ઉપરાંત ની જમીન પચાવી પાડવાનો કારસો પાર પાડ્યો હતો.જે અંગે અંતે પાયમાલ બનેલા ખેડૂત દોલતસિંહ પરમાર દ્વારા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ ભરથાણીયા સાથે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ તેમજ તાલુકા પોલીસ ને લેખિતમાં ફરિયાદ આપી ગુનો નોંધી કાર્યવાહી કરવા માગ કરી લેખિત ફરિયાદ આપી હતી.
અંકલેશ્વરના ભરણ ગામે દીકરીના લગ્ન માટે રૂપિયાની જરૂર પડતા જમીન વેચવા કાઢી, તો ભેજાબાજે 1 કરોડથી વધુની છેતરપિંડી કરી…!
Views: 64
Read Time:1 Minute, 51 Second