ભરૂચની નેત્રંગ પોલીસે ગુજરાતથી મહારાષ્ટ્ર લઈ જવાઈ રહેલી 15 ભેંસને મુક્ત કરાવી, એક ઈસમ ઝડપાયો
નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ગામના ચાર રસ્તા પર નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વર તરફથી આવતા આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.6846ને અટકાવ્યો હતો અને ટેમ્પોના પાછળના ભાગે લગાવેલ તાડપત્રી ખોલી જોતાં તેમાંથી 15 ભેંસો મળી આવી હતી પોલીસે 1.50 લાખના પશુઓ અને 3 લાખનો ટેમ્પો મળી કુલ 4.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કરજણ તાલુકાનાં કણભા ગામની નવી નગરીમાં રહેતા સિંકંદર કમાલ સૈયદ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે વલણ ગામના ઉસ્માન યાકુબ પટેલે ભરી આપી મહારાષ્ટ્રના માલેગાવ માર્કેટયાર્ડ લઈ જવાનું કહ્યું હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને પશુઓને પાંજપોળ ખાતે મોકલી આપ્યા હતા.