કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત મફત શિક્ષણ, માસિક બાથથું અને દસલાખ રૂપિયા
મોદી સરકારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે અનેક થયેલા બાળકો માટે મોટી જાહેરાત કડી છે વડાપ્રધાન કચેરીએ કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના રોગચાળા માં માતા-પિતાને ગુમાવેલા બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અનાથ બાળકો ને ની:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.
પીએમ ઓએ જણાવ્યું હતું કે કોરોના ને કારણે અનાથ બાળકો ને જ્યારે તેઓ 18 વર્ષ ના થશે ત્યારે માસિક ભથું આપવામાં આવશે અને જ્યારે 23 વર્ષના થશે ત્યારે પીએમ કે યર્સ ફંડ માંથી 10 લાખ આપવામાં આવશે
પીએમ મોદી એ કહ્યું કે બાળકો ભારતનું ભવિષ્ય છે અને અમે તેમની સુરક્ષા અને સહાય માટે તમામ મદદ કરીશું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સમાજ તરીકે આપણી ફરજ છે કે આપણે બાળકો નું સંભાળ રાખીએ અને ઉજ્જવળ ભવિષ્ય ની આશા રાખીએ
*સુપ્રીમ કોર્ટે રાજ્યોને સૂચના આપી*
કોરોના ની બીજી લહેરમાં ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં કોરોના ના દરરોજ લાખો કેસ સામે આવ્યા છે તેમજ અત્યાર સુધીમાં ત્રણ લાખ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે કોરોના થી અસરગ્રસ્ત બાળકોમાં માતા પિતા ગુમાવનાર બાળકોનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટે કોરોના સમયગાળા માં અનાથ બાળકો વેશે રાજ્યો ને એક નિર્દેશ પણ જારી કર્યો હતો સુપ્રીમ કોર્ટે શુક્ર વારે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ કોરોના માં અનાથ બાળકો ની જરૂરિયાતો નું ધ્યાન રાખવું જોઈએ કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે દેશભર માં લોકડાઉન માં જે બાળકો એ તેમના માતા પિતા અથવા કુટુંબ ના કમાતા સભ્ય ને ગુમાવ્યા છે તેમની ઓળખ કરવી.