રાજકોટ: કોઠારીયા રોડ રણુજા મંદીર પાછળ પટેલ પાર્કમાં રહેતા બાવાજી તરૂણે ગળાફાંસો ખાઇ લેતા તેને પરિવારે બચાવી સિવિલમાં ખસેડયો હતો. તરૂણનાં મોટાબાપુ ગઇકાલે ઘરે આવ્યા ત્યારે બંને ભાઇઓ વચ્ચે રૂ.10 વાપરવા આપ્યા હતા. તેમાંથી નાનોભાઇ બધા રૂપિયા વાપરી નાખતા પગલુ ભરી લીધુ હતુ. હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાય રહયુ છે. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા રોડ પટેલ પાર્ક શેરી 1માં રહેતા દર્શનગીરી વલ્લભગીરી ગૌસ્વામી નામના તરૂણને તેમના નાનાભાઇ મીતગીરી સાથે પૈસા મામલે બોલાચાલી થતાં ઉશ્કેરાઇને રૂમમાં જઇ લોખંડના એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં નાનો ભાઇ જોઇ જતાં તેને બચાવીને અત્રેની સિવિલમાં ખસેડયો હતો. દર્શનગીરી ધો.8માં ભણે છે. પિતા હયાત નથી. માતાનું નામ ચંદ્રીકાબેન છે. હાલ તેઓના મોટાબાપુ સાથે રહે છે. દર્શનગીરી બે ભાઇમાં મોટો છે. ગઇકાલે મોટાબાપુએ રૂ.10 બંને ભાઇઓ વચ્ચે વાપરવા આપ્યા ત્યારબાદ નાનાભાઇએ પૈસા વાપરી નાખતા બંને વચ્ચે ઝઘડો થયો ને ગુસ્સે ભરાયેલા દર્શનગીરીએ ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી હતી.
માત્ર રૂપિયા પાંચ માટે ગળાફાંસો ખાઈ લીધો!
Views: 73
Read Time:1 Minute, 48 Second