ભરૂચના સાઈક્લિસ્ટોની વિશ્વ શાંતિ માટે 100 કિમીની યાત્રા

ભરૂચ-અંકલેશ્વરના સાયકલિસ્ટોએ યુક્રેન અને રસિયા નું યુદ્ધ સમાપ્ત થાય અને વિશ્વ શાંતિ સ્થપાઈ તેવા ઉદ્દેશ્ય સાથે 100 કિલોમીટર ની સાયકલ યાત્રા યોજી શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ઓપરેશન ગંગા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા ની કામગીરીની કરી બિરદાવી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચતા સ્વાગત કરાયું હતું. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહીત વિવિધ તાલુકા ફરી 100 કિમી સાઈકલિંગ કરી હતી.છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું તાત્કાલિક સમાપન થાય અને વિશ્વ ભરમાં શાંતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર-ભરૂચના સાઈકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 100 કિમી સાયક્લિંગ દ્વારા શાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે યુક્રેન માંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા સ્વમાનભેર ભારત પરત લાવી રહ્યા છે એ માટે નરેન્દ્ર મોદી તથા ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.આજ રીતે ભરૂચ જિલ્લા ના બંને સાઇક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાયક્લિંગ કરી ને ભરૂચ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રસંગે સાયકલ યાત્રા કરી ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચી સાયકલિસ્ટનું સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યો પૈકી બીરેન પટેલ, સંદીપ પટેલ, દત્તુ, ભદ્રેશ પરમાર, અભી પટેલ અને કિશન પટેલે સ્વાગત કર્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નેશનલ સેફટી દિવસે અંકલેશ્વરમાં સેફ્ટી વિના જ કામ કરતા કામદારો

Sat Mar 5 , 2022
નેશનલ સેફટી દિવસે અંકલેશ્વરમાં કામદારની કિંમત કોડીની જોવા મળી હતી. વર્લ્ડ સેફટી દિવસે અંકલેશ્વર 40 થી 50 ઉપર સ્ટીમ લાઈન વિના સેફટી કામ કરતા કામદાર નજરે પડ્યા હતા. ઓવર હેડ સ્ટીમ લાઇન પર સેફટી બુટ કે સેફટી હેલમેટ કે હાર્નેસ વગર 2 કામદારો પાઇપ પર ગાર્ડ લગાવતા તેમજ એક કામદાર […]

You May Like

Breaking News