ભરૂચના કોવિડ સ્મશાનમાં 35 દિવસ બાદ એક મૃતદેહ અગ્નિદાહ માટે લાવવામાં આવ્યો હતો જેનાથી જિલ્લામાં ત્રીજી લહેર દસ્તક દઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર સમી જતા ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ છેલ્લા કેટલાક સમયથી સિંગલ ડીઝીટમાં થઈ ગયા હતા. બીજી તરફ રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં છેલ્લા 34 દિવસથી કોરોનાના કારણે એક પણ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો ન હતો. શનિવારે કોરોનાના કારણે 69 વર્ષીય દર્દીનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થતા તેને અગ્નિદાહ માટે કોવિડ સ્મશાનમાં લવાયો હતો.ભરૂચ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર સમી જતા બધું જ અનલોક થઈ ગયું છે. ધીમે ધીમે શાળાઓ પણ શરૂ થઈ રહી છે. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચ જિલ્લામાં ગત 19 જૂન બાદ કોરોનાથી મૃત્યુ પામેલો એક પણ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો ન હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજરોજ એક મહિનો અને ચાર દિવસ પછી કોરોના સ્મશાનમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીના અગ્નિસંસ્કાર કરાયા હતા.મકતમપુરમાં રહેતા 69 વર્ષીય અભેસંગ ભગત કોરોના સંક્રમિત થતા 8 જુલાઈએ શહેરની આર.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું 24 જુલાઈએ મૃત્યુ થયું છે. દર્દીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, શનિવારે 35 દિવસ બાદ એક પુરુષનો મૃતદેહ અંતિમદાહ માટે આવ્યો હતો. જે ત્રીજી લહેરની દસ્તક સમાન લખાવી તેને નજર અંદાઝ નહીં કરી વહીવટી તંત્ર સાથે લોકોએ પણ સલામતી, સાવચેતી સાથે કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું જરૂરી બની રહ્યું છે.ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 3 જ એક્ટિવ કેસ છે. જેમાં ભરૂચ માં 1 અને અંકલેશ્વર શહેર માં 1 અને ગ્રામ્ય માં એક કોરોના એક્ટિવ કેશ છે. જિલ્લા માં પ્રથમ અને બીજી લહેર મળી અત્યાર સુધી 10711 કોરોના દર્દી નોંધાયા છે જેમાં 10591 દર્દીઓ એ કોરોના ને હરાવ્યો છે. જયારે સત્તાવાર મૃત્યુ આંક હજી પણ 117 પર અટક્યો છે. તેની સામે માત્ર રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ખાતે આજરોજ અપાયેલો અગ્નિદાહ સાથે 2266ના અંતિમ સંસ્કાર કરાયા છે.જિલ્લાના તબીબી વર્તુળોના કહેવા મુજબ કોરોનાની ત્રીજી લહેરની દસ્તક સમાન આ બાબતને દર્શાવી શકાય. તેને નજર અંદાજ ન કરતા વહીવટીતંત્ર સાથે લોકોએ પણ સલામતી અને સાવચેતી સાથે કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલનકરવું જરૂરી બની રહ્યું છે. બીજી લહેર સમાપ્ત થઈ છે પણ કોરોનાનો કહેર ગયો નથી. હવે બધું જ અનલોક થઈ જતા લોકો કોરોના પ્રત્યે બેફિકર બન્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી લોકોએ વેકસીનેશન પણ લેવી હિતાવહ છે.
ભરૂચમાં 16 દિવસની સારવાર બાદ 69 વર્ષીય દર્દીનું કોરોનાથી મોત..
Views: 70
Read Time:3 Minute, 57 Second