0 0 0 0 0 0 0
ભરૂચઃ:- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટાર, ગાંધીનગર દ્વારા મળેલી સૂચના અનુસાર આગામી દિવસોમાં રાજ્યેમાં હીટવેવની સંભાવના જાહેર કરવામાં આવી છે ત્યા રે હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેમજ સલામતીના પગલાંઓ લેવા ભરૂચ જિલ્લા ડિઝાસ્ટયર શાખા દ્વારા જણાવાયું છે. શું કરવું…. મોસમની આગાહી જાણવા માટે નિરંતર રેડિયો સાંભળવું, ટીવી જોવું અને સમાચાર પત્ર વાંચતા રહેવું. તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું. હલકા રંગના ઢીલા અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનું થાય તો ચશ્માા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો. મુસાફરી દ૨મિયાન પીવાનું પાણી સાથે રાખવું. સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યા રે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો તથા માથા, ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવું. ઘરે બનાવેલ પીણાં જેવાં કે લસ્સીહ, કાંજી, લીંબુ પાણી, છાશ વગેરેનો વધુ ઉપયોગ કરવો. હીટવેવની અસર દરમિયાન સ્નાંયુનું ખેંચાવું, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચકકર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડાઇ જવા જેવાં લક્ષણો જોવા મળે અને નબળાઈ અથવા બીમારી જેવું લાગે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. પશુ પંખીઓને શેડની નીચે છાંયામાં રાખી તેમને પીવા માટે પુરતા પ્રમાણમાં પાણી આપતા રહો. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલી દો. ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરો અને વારંવાર ઠંડા પાણીથી નહાવો. કામના સ્થમળ પાસે ઠંડા પાણીની વ્યાવસ્થાડ રાખો. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખો. વધારે શ્રમવાળું કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઈમ ટેબલ બનાવવું જોઇએ. બહાર કામ કરવાવાળાઓએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યા.ન આપવું.શું ન કરવું… બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલાં છોડવા નહીં, સૂર્યના તાપમાં જવાનું ટાળો, ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ દરમિયાન. ભડકાઉ કલરના, ટાઈટ, રેશમી તથા ભારે કપડાંપહેરવાનું ટાળો. બહારનું તાપમાન વધારે હોય ત્યા:રે વધારે મહેનતવાળુ કામ ન કરો. બપોરે ૧૨ થી ૩ દરમ્યાઓન કામ કરવાનું ટાળો. તાપમાન વધારે હોય ત્યા રે રસોઈ ઘરમાં ઓછા સમય રહો. ચા, કોફી, ઓલ્કોહહોલ અને કાર્બોનેટેડ સોફટ ડ્રીંક લેવાનું ટાળો. વધારે પ્રોટીનયુકત ખોરાક તથા ઉતરી ગયેલા ખાદ્ય પદાર્થ લેવાનું ટાળો. હીટવેવ સબંધિત સલામતીના પગલાં… સખત પરિશ્રમવાળુ કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો. અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શકય ન હોય એવું કામ ઠંડા સ્થેળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. વજનમાં હલકાં અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. જેથી શરીર સામાન્યક તાપમાન જાળવી શકે. શરીરના ખુલ્લા રહેતા ભાગ ઉપર એસ.પી.એફ. સનસ્ક્રીજન લોશન લગાવવું. અને મોટી ટોપી પહેરો, જેનાથી ચહેરો અને માથું ઢંકાયેલું રહે. ખાદ્યપદાર્થોમાં પ્રવાહી પ્રકારનું લેવાનું પસંદ કરો. જેથી તરસ મહેસુસ નહીં થાય. ચા તથા કોફી લેવાનું ટાળો. કારણ કે તેની અંદરના તત્વોુ શરીરની અંદરનું પાણી પેશાબ દ્વારા ઓછું કરે છે. આલ્કોાહોલયુકત પીણાં પણ વધુ પેશાબ દ્વારા (ડીહાઈડ્રેટ) શરીરનું પાણી ઓછું કરે છે. વારંવાર થોડાં થોડાં સમયે ફળ, શાકભાજી અને સલાડ વગેરે ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો. સામાન્યર ઘર કરતાં એરકન્ડીાશન (વાતાનુકુલીત) ઘરમાં હીટવેવનું જોખમ સંપૂર્ણ ઘટી જાય છે. જો તમને એર કન્ડીમશન પરવડી શકે તેમ ન હોય તો થોડા સમય માટે (ગરમ હવામાનમાં) તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં વીજળીથી ચાલતો પંખો રાખો. વધારે તાપમાં ગરમીને દુર કરવું મુશ્કેનલ બને છે, જેથી તાપમાં જવાનું ટાળવું. બાળકો, વૃધ્ધોખ, નાના બાળકો, શિશુઓ અને એ લોકોની ખાસ સંભાળ રાખવી જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોય, એવા લોકો હીટવેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે. પાળેલા જાનવરોને ઘરમાં રાખવું. અથવા તેમને છાંયડામાં રાખો અને ઠંડુ પાણી પુરતા પ્રમાણમાં આપવું. પાણીનું પાત્ર વારંવાર ભરવું. પાળેલા પ્રાણીઓને અથવા અન્ય કોઈને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવું નહીં. ઉનાળાની ગરમી એ મૌસમી સંકટોમાંની એક છે. ગરમીની ઘાતક અસરથી મોટા ભાગના લોકો અજાણ છે. તોફાન અને પૂરની જેમ દેખાય તેવા ખતરાને બદલે ગરમી એક મૂક કાતિલ છે. ધ સેન્ટનર ફોર ડીસીઝ કન્ટ્રોંલના રીપોર્ટ અનુસાર દર વર્ષે અંદાજે ૩૫૦ જેટલા લોકો હીટવેવના પ્રભાવથી મૃત્યુી પામે છે.વધુ ગરમીમાં લૂ લાગી શકે છે, જે મટાડી શકાય છે, પરંતુ તાત્કા૦લિક સારવાર જરૂરી છે. હીટવેવ દરમિયાન જોવા મળતી બીમારીઓ પૈકી હીટ ક્રેમ્સ્શકા બીમારીમાં પેટની આસપાસના સ્નાેયુઓમાં તાણ, વધુ પરસેવો અને ઉબકા આવે છે, આ લક્ષણો જણાય તો ઠંડકવાળી જગ્યામ અથવા છાંયડામાં તરત જાઓ, સ્ના યુઓ દબાવો. સ્ના યુઓ સ્ટ્રેરસ કરી હળવી માલીસ કરો પાણી કે છાસ પીઓ. લૂ લાગે ત્યાજરે વધુ પરસેવો થવો, બેભાન થવું ઉલટી થવી, ઠંડા પડવું, ચામડી ભીની થવી, ચક્કર આવવા, માથું દુઃખવું, ઉબકા પણ આવવા તેમજ અશક્તિર લાગવી જેવા લક્ષણો જણાય છે. આ સમયે ઠંડકવાળી જગ્યાો અથવા છાંડડામાં તરત જાઓ, કપડાં ઢીલા કરો, પાણીનાં પોતાં મુકો, ધીમે-ધીમે પાણી પીઓ. લૂ હીટસ્ટ્રો કમાં પરિણમી શકે છે, જેથી તબીયત વધુ બગડે તો તાત્કા્લિક ૧૦૮નો સંપર્ક કરો. હીટ સ્ટ્રોોકમાં લાલ અને સૂકી ચામડી, ધબકારા વધી જવા, સખત તાવ આવવો, સતર્કતા ઓછી થવી અને ગભરાટ થવો, બેભાન થવું તેમજ હાંફ ચઢવી જેવા લક્ષણો જણાય છે. આ સમયે તાત્કાીલિક ૧૦૮નો સંપર્ક કરી દર્દીને ઠંડા કપડાંમાં લપેટી ઠંડકવાળી જગ્યાક અથવા છાંયડામાં ખસેડવો જોઇએ.