સુરત: બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા

સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 27 ફેબ્રુઆરીના રોજ1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી.આ કેસમાં બે દિવસ પહેલા જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો. ઈસ્માઈલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. આ મામલે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં 65 કરોડના ખર્ચે બુલેટ ટ્રેનના સ્ટેશન ઉપરાંત 100 વર્ષ જૂના રેલવે સ્ટેશનનો પણ 34 કરોડના ખર્ચે વિકાસ કરાશે

Thu Aug 3 , 2023
બ્રિટિશ રાજના બ્રોચથી ભરૂચ રેલવે સ્ટેશનની 100 વર્ષ જુની ઐતિહાસિક સફર અમૃત રેલવે સ્ટેશન હેઠળ ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઈ રહી છે.ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન […]

You May Like

Breaking News