જંબુસરના ટંકારી ભાગોળ સર્કલ પાસે શોર્ટ સર્કિટને પગલે ઝામડી ગામના માજી સરપંચની કારમાં આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી હતી. જોકે, ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ થયો હતો.આજરોજ જંબુસર તાલુકાનાં ઝામડી ગામના માજી સરપંચ જેસંગભાઈ ગોપાલભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયતના સભ્ય અને તેઓના પુત્રવધૂ રીનાબેન અજીત રાઠોડ સહિત ગામના સનાભાઈ રાઠોડ સાથે કામ અર્થે જંબુસર આવ્યા હતા. જેઓએ ગાડીમાં ગેસ ભરાવી જંબુસરના ટંકારી ભાગોળ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળા કારની બ્રેક કરતાં જ શોર્ટ સર્કિટ થતાં કારમાંથી ધુમાડો નીકળ્યો હતો. જેથી ચાલક સહિત ત્રણેય સમય સૂચકતા વાપરી બહાર ઉતરી ગયા હતા જે બાદ કાર ભડકે ભળવા લાગી હતી. આગને પગલે માર્ગ ઉપર નાસભાગ મચી હતી આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
જંબુસરમાં શોર્ટ સર્કિટને પગલે કારમાં આગ લાગતા અફરાતફરી મચી, જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ.
Views: 140
Read Time:1 Minute, 42 Second