દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો લઇ સ્ટેશન રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું,
કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ સ્ટેશન રોડ પર આવેલ ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ ખાતે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતા એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ ની સ્થિતિનું નિર્માણ થયું હતું, જોકે વિરોધ કરી રહેલા 20 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, તેમજ નગર પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.