ઝઘડિયા GIDCની અવાવરૂ જગ્યામાં 1.75 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવ્યું…

ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડ થી વધુ નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.અને તેમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા જે પ્રોહિબિશન કેસો કરવામાં આવ્યા અને તેનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જેની કોર્ટમાંથી નાશ કરવા માટે પરમિશન મેળવવામાં આવી હતી. ત્યાર બાદ ઝઘડિયા જીઆઈડીસી માં અવાવરૂ સ્થળ નક્કી કરી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂ.પોણા બે કરોડ થી વધુ ના દારૂ પર રોડ રોલર ના તોતિંગ પૈડાં ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુરતમાં જ્વેલરી શોપમાં બે ગઠિયાનો કરતબ, સોનાનો ઢાળ ચઢાવેલા બિસ્કીટના બદલામાં ચેઇન ખરીદી ....

Sat Nov 27 , 2021
સુરત – શહેરના ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જ્વેલર્સમાં વીસ દિવસ અગાઉ સોનાનું ઢાળ ચઢાવેલા ચાર બિસ્કીટના બદલામાં રૂ. 2.05 લાખની સોનાની ચેઇન ખરીદી વિશ્વાસઘાત કરનાર બે રાજસ્થાની ભેજાબાજ ગત રોજ પુનઃ ખરીદી માટે આવતા જ્વેલર્સના સ્ટાફે ચાલાકી પૂર્વક વાતમાં પળોવી પોલીસની મદદથી રંગેહાથ ઝડપી પાડયા હતા.ઘોડદોડ રોડ સ્થિત જાણીતા કલામંદિર […]

You May Like

Breaking News