0
0
Read Time:1 Minute, 3 Second
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન નર્મદા મૈયા બ્રિજ બનતા જિલ્લા અને રાજ્યના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. જિલ્લા માટે આકર્ષણરૂપ નર્મદા મૈયા બ્રિજના ભરૂચ છેડે વિવિધ સકલ્પચર, સર્કલ, લાઇટિંગ સાથે વૃક્ષારોપણ કરાયું છે.હવે બ્રિજ નીચે શોભામાં વધુ એક અભિવૃદ્ધિ ફુવારા થકી કરવામાં આવી છે. ભરૂચ શહેરના શાન સમાં નર્મદા મૈયા બ્રિજની નીચે ભોલાવ સર્કિટ હાઉસની સામે ભરૂચને સુશોભિત કરવાના હેતુસર બનતા ફાઉન્ટેનનું વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમની સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ પણ જોડાયા હતા.