પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે દરગાહ શરીફની જિયારત કરી તેમજ મસ્જીદ ના નવનિર્મિત વુઝુંખાનાનું ઉદઘાટન કર્યું હતું…
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં કિછોછવા શરીફથી પધારેલા સૈયદ હસન અશ્કરી મિયા સાહેબ બે દિવસ માટે સાંસરોદ મુકામે પધાર્યા હતા. સાંસરોદ ખાતે પધારી તેઓએ અનુયાયીઓને મુલાકાત આપી હતી. સાંસરોદ ખાતે સઈદભાઈ કમાલના ઘરે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેઓએ અનુયાયીઓ સાથે ભોજન લીધું હતું. તેમજ મસ્જિદના નવનિર્મિત વુઝું ખાનાનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું ગુજરાતના પ્રવાસે આવ્યો છું. મારા પ્રવાસનો મુખ્ય હેતુ કોરોનાકાળ દરમિયાન જે લોકો આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહ્યા છે તેઓના પરિવારજનોને મળી તેઓને આશ્વાસન આપવા હું આવ્યો છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંસ્થા કે જે આખા દેશમાં પથરાયેલી છે. તે મોહસીને આઝમ મિશનના અનુયાયીઓ દ્વારા કોરોના કાળ દરમિયાન ખૂબ સારી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. જેવી કે કોરોનાગ્રસ્ત દર્દીઓને ઑક્સિજન બોટલની સેવા, દર્દીઓની સાર સંભાળ તેમજ અન્ય સેવાઓ જે મોહસીને આઝમ મિશન બ્રાન્ચના અનુયાયીઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. તેની તેઓએ સરાહના કરી હતી. વધુમાં તેઓએ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મુહમ્મદ સાહેબ વિશે જે ખોટી ફિલ્મો બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તે વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે હજરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા હતા અને તેઓએ સમગ્ર વિશ્વને અમન અને શાંતિનો સંદેશ આપ્યો હતો. હજરત હસન અશ્કરી મિયા સાહેબની મુલાકાત માટે મોટી સંખ્યામાં તેઓના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા…
તસ્લીમ પીરાવાલા….કરજણ…