ભરૂચ જિલ્લામાં અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી.ગત તા. 17-03-2021 ના રોજ ભરૂચ એલ.સી.બી. ની ટીમ દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતેથી મહિન્દ્રા એકસ. યુ. વી. કારમાં ભરીને લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2702 જેની કુલ કિંમત 4,22,900/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હતો.જે ગુનાનો મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ રહે, સાંઈ દર્શન સોસાયટી વાલિયા રોડ કોસમડી અંકલેશ્વર ભરૂચ છેલ્લા ચાર માસથી તપાસ કરતા મળી આવતો ન હતો જે આરોપી બાબતે તપાસ દરમિયાન આજરોજ રાત્રીના સમયે એલ.સી.બી. ટીમે સાંઈ દર્શન સોસાયટી ખાતે વોચ રાખી અને આરોપીને ઝડપી પાડી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ..
Views: 80
Read Time:1 Minute, 18 Second