અંકલેશ્વર GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ જિલ્લા પોલીસે અંકલેશ્વર GIDC વિસ્તારમાં LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી માસ સર્ચ ઓપરેશન શરુ કરીને ગોડાઉનોમાં તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને આ તપાસમાં કઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી ન હતી.અંકલેશ્વર શહેરમાં થોડા દિવસો પહેલા અંકલેશ્વર GIDC પોલીસે અને ત્યારબાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોડાઉન ભાડે રાખીને દારૂની હેરાહેરી કરાતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. જોકે આ મામલે ભરૂચ જિલ્લા એસપી ડૉ. લીના પાટિલે GIDC વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ ડામી દેવા સુચનાઓ આપી હતી. જેના આધારે અંકલેશ્વર Dysp ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB, SOG,અંકલેશ્વર GIDC પીઆઈ અને 8 પીએસઆઈ તેમજ 80 જેટલા પોલીસ જવાનોએ અલગ અલગ સ્થળોએ આવેલા ગોડાઉનોમાં તપાસ હાથ ધરી હતી. જેના કારણે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ પોલીસે સવારના 10 વાગ્યાથી અલગ અલગ ટીમો બનાવી કરેલા ગોડાઉન સર્ચ ઓપરેશનમાં પોલીસ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી નહીં હોવાની માહિતી સાંપડી રહી છે. જોકે પોલીસે કરેલા આકસ્મિક ગોડાઉન ચેકીંગના કારણે ગુનાહિત પ્રવૃતિઓ કરતા ગુનેગારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
અંકલેશ્વરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એક્શન સામે જિલ્લા પોલીસની રિએક્શન; અંકલેશ્વર જીઆઇડીસીમાં તપાસ હાથ ધરી
Views: 75
Read Time:1 Minute, 55 Second