ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક ગઇકાલે બપોરના બે વાગ્યા આસપાસ એક કાર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ગતરોજ ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામનો વિપુલભાઇ વસાવા 21 વર્ષીય યુવક બાઇક લઇને ઝઘડીયા નજીકની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ પાસેથી પસાર થતો હતો. તે વખતે હાઇસ્કુલની સામેના કટ ઉપરથી ઝઘડીયા તરફના રોડ તરફ વળતા સામેથી આવતા એક સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.જેમાં બાઇક ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.યુવકની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાય છે.અકસ્માતો માટે માર્ગની બિસ્મારતા જવાબદાર હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે.
ઝઘડિયા નજીક કારે ટક્કર મારતા ચાલક ગંભીર: બાઇકનો કચ્ચરઘાણ..
Views: 71
Read Time:1 Minute, 30 Second